________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઘોરાતિઘોર કલિકાલ પ્રાપ્ત થયે છતે એટલેકલિકાલને વિષે સર્વે વર્ણાશ્રમને વિષે વસી રહેલા જીવોમાંથી જે જીવ તમાકુનું પાન કરે છે તે નરકરૂપી સમુદ્રને વિષે જાય છે-પડે છે (૪)
તમાકુમાં અવગુન તીન, હૈયુ ઝળે ને હાથ, હાથમાં ઝાલે ઠીકરૂ ને, ઘર ઘર માગે આગ. ૧ પચ્ચીશ બીડી રોજની, સો વર્ષે નવ લાખ, ધર્મ ધાતુ ધન હશે, છતા થાયે ખાખ. હોકામાં હિંસા ઘણી, પાપ તમઓ સો પૂર, જો સુબ ચાહે જીવકા, તો હોકો કરશે દૂર. નશા ન નરકો ચાહિયે દ્રવ્ય બુદ્ધિ હરીલેત, નીચ નશાને કારણે, સબ જગ તાલી દેત. તમાકુ વિરૂદ્ધ ડોકટરોના અભિપ્રાયો
૧. તમાકુ (તપકીર) જયારે સુંઘવામાં આવે છે ત્યારે હવા માર્ગનો રોધ કરી એટલે હવા માર્ગને રૂંધી નાખી, તે ઘાંટાને બગાડ્યા વિના રહેતી નથી. (ડોકટર રશ) ૨.તમાકુને સુંઘે ખાય કે પીએ, ગમે તે રીતે વાપરે, તો પણ તેના નિત્ય સેવનથી કોઈ કોઈ વાર નબળાઇ, કફ અને ચીંચી જેવો ખોખરો ઘાંટો થાય છે. (ડોકટર મસી) ૩. તમાકુના હડહડતા વ્યસનીયોનો ખોખરો કઠોર જાડો અને લડથડતો ઘાંટો જેણે સાંભળ્યો હશે તેઓ દરેક જણા સાક્ષી પૂરશે કે, તમાકુ ઘાંટાને બગાડે છે. (ડોકટર એલન.) ૪. તમાકુ (તપકીર)ના ઉપયોગથી વાસ પારખવાની શક્તિનો બીલકુલ નાશ થાય છે, તેનો ઘાંટો બગડે છે, તથા તમાકુ પીવાથી અને ખાવાથી સ્વાદેંદ્રિય બગડી જાય છે, તથા તમાકુ સુંઘનારને ખાસ કરીને નાકમાં મસાનો રોગ થવાનો સંભવ હોય છે. (ડોકટર જનરલ ધિ ઓફ હેલ્થ) પ. તમાકુ સુંઘનારની તથા ખાનારની આંખોને, થોડું ઘણું નુકશાન નહિ થયું હોય, તેવું કેટલું થોડુ આપણે જોઈએ છીએ, જર્મનીની આખી પ્રજા
૧૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org