________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તમાકુ પીતી હોવાથી, ચસ્મા પહેનારી પ્રજા તરીકે તે આપણા લોકોને વિષે ઓળખાય છે. (ડો. વલ્યમ ઓ આલકોટ) ૬. હમણા આપણાં લોકોમાં જે મંદાગ્નિ વધારો થયેલો જોવામાં આવે છે તેનું કાઇક કારણતમાકુની વપરાશ છે (ડોકટર હોસેક) ૭. તપકીર સુંઘવાથી અજીર્ણવિકારોના સમગ્ર ચિન્હો મારા અનુભવવામાં આવેલ છે. (ડોકટર કુલન) ૮. માણસના ઠરને જે વસ્તુ અત્યંત માફક આવે છે, અને શરીરને સૌથી વધારે અનુકૂળ પડે છે, તે વસ્તુઓથી તરસ લાગતી નથી. (ડોક્ટર ડબલ્યુ. એ. આલકોટ) ૯. થુંક ઝરનારી કોથળીમાંથી, તમાકુના પીવાથી ખાવાથી તથા સુંઘવાથી થુંક ઓછું થઈ જાય છે - ઘટી જાય છે, અને તેથી જ તમાકુ પીધા પછી કોઇ પણ પ્રકારનો દારૂ પીવાનું મન થયા વિના રહેતું નથી (ન્યુયોર્કમાં તમાકુ વિરૂદ્ધ સ્થપાયેલી મંડળીનો રિપોર્ટ). ૧૦. તમાકુ એ શરીરની અંદરચામડીને સોજો ચડાવે છે એટલું જ નહિ. પણ તે એક ઝેર છે, અને તે એક અત્યંતકરડામાં કરડું ઝેર છે તે વાતમાં બીલકુલ શંકા જેવું નથી. (ડોકટર આલકોટ) ૧૧ તમાકુને મીજાનસવ વાપરે, તો પણ તેથી અજીર્ણ મસ્તકની વેદના, ચક્કર અને ફેફસાનો રોગ થાય છે. (ડોકટર રશ). ૧૨. ટોલ કોલેજનો એક વિદ્યાર્થી જયારે નિશાળમાં દાખલ થયો ત્યારે તેનું શરીર પત્થરને પણ પાટુ મારતી રોડી નાખે તેવું જબરું હતું, પણ પછી તેને તમાકુ પીવાનું વ્યસન પડયું, અને તે આખો દિવસ બીડીયો ફેંકવા લાગ્યો. જયાં બેઠો હોય તયાં મોંમા બીડીયોનું ભેજું તો ભરૂ જ આનું પરિણામ એ આવ્યું કે થોડા જ વખતમાં તે મરણ પામ્યો (પ્રોફેસર સલીમેન). ૧૩. તમાકુથી શરીરને જે બીજા નુકશાન થાય છે તેના કરતા સ્મરણશક્તિને વધારે નુકશાન પહોંચાડે છે એ વાત તો વધારે ચોકસ છે. (ડોકટર આલકોટ) ૧૪ અમેરિકામાં તમાકુની વખારોમાં કામ કરનારી સ્ત્રીઓને ભાગ્યે જ છોકરાઓ થાય છે. જે પ્રજામાં સ્ત્રી
૧૮૨
૧૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org