________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દિશા તરફ જવું નહિ તેમજ બુધવાર અને મંગળવારે ઉત્તરદિશાતરફ જવું નહિ કારણ કે ત્યારે તે તે દિશાઓ તરફ દિશાશૂલ હોય છે. अंगारपूर्वे गमने च लाभ, सोमे शनिर्दक्षिणमर्थलाभं । बुधेगुरौ पश्चिमकार्यासिद्धिः, रवौ मृगौ चोत्तरमर्थलाभं ॥१॥
ભાવાર્થ : મંગળવારે પૂર્વ દિશામાં ગમન કરવાથી લાભ થાય છે. સોમવાર અને શનિવારે દક્ષિણ દિશા તરફ જવાથી અર્થનો લાભ થાય છે. બુધવાર અને ગુરૂવારે પશ્ચિમ દિશામાં જવાથી કાર્યની સિદ્ધિ થાય છે અને રવિવાર તથા ગુરૂવારે ઉત્તરદિશા તરફ જવાથી અર્થનો લાભ થાય છે. बुद्धेन्दुशुक्रजीवानाम्, दिने प्रस्थानमुत्तमम् ।। पूर्णिमायाममायां च, चतुर्दश्यां च नेष्यते ॥१॥
ભાવાર્થ : બુધ, સોમ, શુક્ર, ગુરૂ આ દિવસ માં પ્રસ્થાન કરવું ઉત્તમ કહેલ છે. તથા પૂર્ણિમા, અમાવાસ્યા અને ચતુર્દશીને વિષે ગમન કરવાને નિષેધ કરેલ છે. अश्विनीपुष्यरेवत्यौ ; मृगो मूलं पुनर्वसु । હસ્તગ્રેષ્ટાનુરાધ: -ત્રાર્થે તીરાવને પણ
ભાવાર્થ : અશ્વિની, પુષ્ય, રેવતી, મૃગશિર મૂલ, પુનર્વસુ, હસ્ત, જયેષ્ટા, અનુરાધા, આ ઉપરોક્ત નક્ષત્રો યાત્રા કરવા જનારને બલીષ્ટ કહેલા છે. विशाखाश्चोत्तरास्तिस्त्र-स्तथाद्राभरणीमघाः । अश्लेषाकृतिकाश्चैव, मृत्यवेऽन्यास्तु मध्यमाः ॥१॥
ભાવાર્થ : વિશાખા, ત્રણ ઉત્તરા તથા આદ્ર, ભરણી, મઘા, અશ્લેષા અને કૃત્તિકા આટલા નક્ષત્રો મૃત્યુદાયક કહેવા છે.તે સિવાયના નક્ષત્રો મધ્યમ કહેલા છે. सर्वदिग्गमने हस्त, श्रवणं रेवतीद्वयम् । मृगः पुष्पश्च सिध्यै स्युः, कालेषु निखिलेष्वपि ॥१॥
M૧૭૧)
૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org