________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ तिन्निय वसंतमासे, घडिय तय गालए जलम् ॥१॥
| ભાવાર્થ : જેઠ અને અષાઢ માસમાં ચાર પ્રહરે પાણી ગળવું અને વર્ષા ઋતુમાં બે પ્રહરે પાણી ગળવું તથા હેમંત ઋતુમાં ત્રણ પ્રહરે પાણી ગળવું અને વસંત માસે ત્રણ ઘડીયે પાણી ગળવું.
(ઉપદેશપ્રાસાદને વિષે કહ્યું છે કે -) परिसुद्धं जलगहणं, दारुय धन्नाइयाण य तहेव । गहियाणयपरिभोगो, विहीइ तस्य ररक्खणठाए ॥१॥
ભાવાર્થ : ત્રસ જીવોના રક્ષણ માટે ગાળીને જ પાણીને ગ્રહણ કરવું જોઇએ અને લાકડા તથા ધાન્યાદિકને પણ શુદ્ધ કરી તથા તપાસી અંગીકાર કરવા (ઉપયોગમાં લેવા) જોઇએ અને જે જે વસ્તુઓ ગ્રહણ કરી હોય તેને પણ વિધિ સહિત ઉપયોગમાં લેવી જોઇયે. આવી રીતે કરવાથી જ ત્રસ જીવોનું રક્ષણ રૂડે પ્રકારે થાય છે. પરમાત્માનું ખાસ ફરમાન છે કે જે જે વસ્તુઓ વાપરવાની ઇચ્છા થાય તે તે વસ્તુઓ પ્રથમ દૃષ્ટિથી નીહાળી જોઇ, તપાસી ઉપયોગમાં લેવી અને પ્રાણાંતે પણ પાણી તો ગળ્યા વિના વાપરવું જ નહિ.
શ્રી સંબોધ પ્રકરણમાં હરિભદ્રસૂરિ મહારાજાયે નીચે પ્રમાણે કહ્યું
एगम्मि उदगबिंदुम्मि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जह सरिसव मित्ता, जंबुदीवे न माइंति ॥१॥
ભાવાર્થ : શ્રીમાનું જિનેશ્વર મહારાજાયે પાણીના એક બિંદુમાં જેટલા જીવો કહેલા છે તેટલા જીવો જો સરસવના પ્રમાણમાં મોટા હોય તો લાખ યોજનના જંબૂદ્વીપને વિષે સમાઈ શકતા નથી.
પાણીને ગળ્યા વિના વાપરનારો તામલી તાપસ મહાતપસ્વી છતાં પણતપના પૂર્ણ ફળને અજ્ઞાનતાથી મેળવી શકયો નથી. જુઓ ભગવતીજીમાં કહ્યું છે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org