________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જાણીને હાર તેના ગળામાં નાંખ્યો, અને પોતે કાગડાની પેઠે નાશી ગયો. કોટવાલ ચોરના પગલે પગલે ત્યાં આવ્યો. સાધુને ગળે હાર દેખવાથી તેને બાંધ્યો. પ્રભાતે રાજાને નિવેદન કર્યું. રાજાયે નહિ જાણતા તે સાધુને શુલીએ ચડાવ્યો. તે અવસરે શુલી પુંઠનાં હાડકાને ભેદી બહાર નીકળી. ને તેજ સમયે કેવલજ્ઞાન થયું અને મૌનપણું છોડયું. આ કર્મનોજ વિપાક છે એમ બોલ્યા. અએવ એ ઇતિ મંત્રાક્ષ. બીજને વિષે ભણે છે. પોતાનો પૂર્વભવ દેખ્યો તેથી ગોકુળને વિષે પોતે પૂર્વભવે ગોવાળ હતો એકદા વર્ષાકાળ આવ્યો ત્યારબાદ ગોવાળીયો ઝાડ નીચે ગયો. ત્યાં જૂ પોતાના મસ્તકથી શરીર ઉપર પડી તેને બોરડીનાં કાંટા ઉપર ચડાવી બોલ્યો કે અમારા દેહનું સર્વસ્વ રૂધિર પીનારી છે, તેથી શુળી ઉપર ચડવું પડયું. પછી બે ઘડીમાં અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા. કર્મનો વિપાક ઉત્કટ છે, એમ જાણી કર્મ કરતા પહેલા વિચાર કરવાવાળા જીવો દુ:ખદ અવસ્થાને પામતા નથી.
આ ઉપરથી સમજવું કે જિનતત્ત્વને વિષે કુશળ પણું હોય તો જ મુક્તિ આપનાર થાય છે.
(છાશ ગળવાનો વિચાર.) जइ अणगलियं तकं, पमायवसउ सया समायारे । मद्यसमं तं पावं, गोयम ! भणियं न संदेहो ॥१॥ - ભાવાર્થ : પ્રમાદના વશવર્તીપણાથી જો નિરન્તર છાશને ગળ્યા વિના વાપરે છે તો તેને મદ્યપાનના જેલું પાપ કહેલું છે. વીર પરમાત્મા કહે છે કે હે ગૌતમ ! આ બાબતમાં સંદેહ કરવા જેવું નથી.
પાણી ગળવાનો વિચાર. जिठाऽऽसाढे चउ पहर, वासावासेसु दुन्निहेमंते ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org