________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અભિરૂચી, ૪ ગુણહીને દોષિત જીવો ઉપર અનુકંપા બુદ્ધિથી સુધારવા અશક્ય હોય તો પણ તેમના ઉપર રાગ દ્વેષ નહિ કરતા સમદષ્ટિ રાખવી એ ઉપરોક્ત ચાર સમકિતવંતના ચિહ્નો જાણવા.
कप्पतरुव्व मरुथले, दरिद्दगेहे हिरण्णवुठ्ठिव्व । मायंगगिहे एरावणोव्व, इत्थं इमे दिठ्ठा ॥१॥ शफळं मम मणुयत्तं, सहलं मम जीवियं अज्ज । जं एयंमि अरण्णे, दिठ्ठा एयारिसा साह ॥२॥ पुण्णाकलियाण मुणिणो, दंसणविसयं पि जंति हयपावा । चिंतामणिसंजोगो, होइ अधन्नस्स न कयाइ ॥३॥ झइणो हु बंभयारी , अघिहे दंतिदिए पसन्ते य । तव नियमभूसि यंगे, धन्नच्चिय एत्थ पेच्छन्ति ॥४॥ इति सिद्धान्ते. | ભાવાર્થ : મારવાડની ભૂમિને વિષે કલ્પવૃક્ષ દેખવાથી તે ભૂમિના લોકોને જેમ અત્યંત આનંદ થાય છે, દરિદ્રને ઘરે સોનારૂપાની વૃષ્ટિ થવાથી તે લોકોને જેમ આનંદ થાય છે તથા માતંગ (ઢેઢ) ને ઘરે ઐરાવણ હસ્તિ જવાથી તેમને જેમ આનંદ થાય છે તેવી જ રીતે મેં મુનિમહારાજાઓને દેખવાથી મને અત્યંત આનંદ થાય છે. ૧
જે કારણ માટે આવા અરણ્યને વિષે આવા મહાન્ સાધુ મહારાજાઓને મેં દેખ્યા,તેથી મારું માનુષ્યત્વ પણ સફળ થયું. તથા મારું જિવિતવ્ય પણ આજે સફળ થયું. ૨ મહાપુન્યશાલી જીવોને જ જેના પાપકર્મો હણાઈ ગયા છે તેવા મહામુનિમહારાજાઓ દષ્ટિગોચર થાય છે અર્થાત્ મુનિમહારાજાઓના દર્શન થાય છે. કારણ કે અન્ય જીવને કદાપિ કાળે ચિંતામણિ રત્નોનો સંજોગ મળતો નથી પરંતુ પુન્યશાળી ધન્ય જીવોને જ મળે છે તેવી જ રીતે ભાગ્યશાળી જીવોને જ મુનિમહારાજાઓના દર્શન થાય છે, બીજાને નહિ. ૩ વળી પણ કહે છે કે - નિશ્ચય બ્રહ્મચર્યને ધારણ કરનારા તથા ગૃહવાસને ત્યાગ (૧૨૮)
*
૧૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org