________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બાંધો છો. કાળ કરીને ધર્મ વિના દુર્ગતિમાં જશો. વનવાસે વગડામાં જેવા હતા તેવા જ હજી રોજ જેવા છો, વિગેરે કહી બોધ કર્યો, તેથી પાંચે જણાએ કહ્યું કે અમોએ જે આશ્ચર્ય દેખ્યા તેનો ભાવાર્થ સમજાવો. દેવે કહ્યું.
૧. કાગડાને ઉત્તમ જાનવરોએ સેવવાથી આ કળિકાળમાં ઉત્તમ રાજાઓ પ્લેચ્છ રાજાઓની સેવા કરશે. - ૨. પાંચ મુખે પાડો ચરે છે તેથી રાજાઓ પાંચ પ્રકારે કર લેશે છતાં પણ તૃપ્તિ પામશે નહિ.
૩. હરણને એક પગે ઊભો રહેલો દેખવાથી આ કલિકાલમાં શીયલ, તપ, ભાવના નષ્ટ થશે ફક્ત એક દાન જ ટકી રહેશે અને તે પણ કીતિને માટે જ.
૪. સુરતની પ્રસવેલી વાળીને ગાયને ધાવતી દેખવાથી આ કલિકાલમાં લોકો કન્યાવિક્રય કરી પૈસાથી પોતાનું ગુજરાન ચલાવશે.
૫. ત્રણ વાસણોમાં પ્રથમ અને છેલ્લામાં પાણી પડે અને વચલામાં નહિ તેથી ઘરનાં માણસો ઉપર ઝેરવેર વધશે અને પરના માણસો ઉપર પ્રેમ થશે, કલિયુગની શરૂઆત થઈ છે. હવેચતો એમ કહી બોધ કરી દેવ ગયો. પાંચે પાંડવો બોધ પામ્યા અને દીક્ષા ગ્રહણ કરી સિદ્ધાચલ ઉપર જઈ અણસણ કરી કેવળજ્ઞાન પામી વીશ કોટી મુનિમહારાજાઓ સાથે સિદ્ધાચળ ઉપર આસો શુદિ પૂર્ણિમાએ મોક્ષે ગયા.
( પ્રાયશ્ચિત ) दसविहंपायच्छित्तं, तंजहा-आलोयणारिहं १ पडिक्कमणारिहं २ तदुभयारिहं ३ विवेगारिहं ४ काउस्सग्गा रिहे ५ तवारिंह ६ छेयारिहे ७ मूलारिहे ८ अणवठ्ठारिहे ९ पारंचियारिहे १०
ભાવાર્થ : ૧ આલોચના, ૨, પ્રતિક્રમણ, ૩, ઉભય આલોચના પ્રતિક્રમણ, ૪. વિવેક ૫. કાયોત્સર્ગ, ૬. તા. ૭ છેદ, ૮, મૂલ ૯
3૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org