________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
પાણી પીવાનું ફળ) अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बलप्रदम् । अमृतं भोजने वारि, मुक्तस्योपरि तद्धिषम् ॥२॥
ભાવાર્થ : અજીર્ણને વિષે જમ્યા પહેલા પાણી પીવું. તે ઔષધરૂપ છે ખાધેલું અન્ન પચી ગયા પછી પાણી પીવું તે બળ આપનાર છે. અને ભોજન કરતી વખતે અર્ધ ભોજન કરી રહ્યા બાદ વચ્ચે પાણી પીવું તે અમૃત સરખું છે, અને જમ્યા પછી તત્કાળ પાણીનું પાન કરવું તે વિષ સમાન છે.
( એક એક વસ્તુ આશ્રીને ગુણો) लंघने येगुणाः प्रोक्ता,स्ते गुणा लघुभोजने । निद्रायां ये गुणाः प्रोक्ता-स्ते गुणा नेत्रमीलने ॥१॥ निर्वाते येगुणाः प्रोक्ता-स्तेगुणाः कर्णमीलने । ब्रह्मचर्ये गुणा ये स्युः गुणा कामवर्जने ॥२॥
ભાવાર્થ : લાંઘણ કરવામાં જે ગુણો કહેલા છે તે ગુણો હલકુભોજન કરવામાં છે. નિદ્રા કરવામાં જે ગુણો કહેલા છે તે ગુણો આંખો મીંચી રાખવાથી થાય છે (૧) વાયુ વિના ની જગ્યાએ વિષે. રહેવામાં જેટલા ગુણો કહેલા છે તેટલા ગુણો કાન ઢાંકવામાં કહેલા છે અને બ્રહ્મચર્ય પ્રતિપાલન કરવામાં જેટલા ગુણો કહેલા છે તેટલા ગુણો કામને વર્જવામા કહેલા છે.
(વેગ રોક્વો નહિ) मूत्ररोधाद्वद्भवेदंधो, बधिरो वायुरोधनात् । कुष्टी स्याच्छुक्रसंरोघात्, मृत्युः संधारणादपि ॥१॥
ભાવાર્થ : મૂત્ર રોકવાથી આંખે આંધળો થાય છે, વાયુ રોકવાથી કાને બહેરો થાય છે, વીર્ય રોકવાથી કુઠી થાય છે અને
૧૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org