________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૫૨
દશધા સમાચારી ઓઘ, દશધા અને પદવિભાગ એમ સમાચારી ત્રણ વિભાગમાં વિભાજિત થયેલી છે. એઘિનિયુક્તિમાં કહેલી તે એઘ સમાચાર અને ઉત્સર્ગ કે અપવાદમાર્ગના ભેદો તે પદવિભાગ સમાચારી કહેવાય છે. અત્રે દશા સમાચારીની વિગત નીચે મુજબ આપવામાં આવે છે. તેને બીજો શબ્દ અરઘટ્ટ છે. ચકવલ શબ્દપ્રયોગ થાય છે. વારંવાર ચર્ચામાં તેને ઉપગ હેવાથી આ નામથી ઓળખવામાં આવે છે :
૧. ઈચ્છકાર : ગુરુ શિષ્યને કાર્ય કરવા પ્રેરણા કરે અથવા શિષ્ય-ગુરુની ઇચ્છા જાણીને સ્વયં પ્રેરાથી કઈ કાર્ય કરે. આવા કાર્યમાં અનિચ્છાએ, બળાત્કારે કાર્ય કરાવવું નહિ
૨. મિયાકાર : સંયમની પ્રવૃત્તિમાં જિનવચન વિરુદ્ધ કે કાર્ય થયું હોય તે મિથ્યા દુષ્કૃત્ય કરે અને પુનઃ તેવી ભૂલ ન થાય તે માટે સતત ઉપગ કે સાવધાની રાખે.
૩. તથાકાર : સૂત્ર અને અર્થને ગુરુ પાસે અભ્યાસ કરતાં “તહત્તિ” કહીને સ્વીકાર કરે, પણ કુતર્ક દાવે નહિ. વ્યાખ્યાનમાં પણ “તહત્તિ” કહીને ગુરુવાણીને સ્વીકાર કરે.
૪. આશ્યિકી : જ્ઞાનપ્રાપ્તિ કે અન્ય કારણે ઉપાશ્રયની બહાર જવા માટે “આવ સહી” બેલી ગુર્વાસાનુસાર પ્રયાણ કરવું.
૫. નિષેધકી : પ્રજનાથે બહાર ગયેલ સાધુ પુનઃ ઉપાશ્રયમાં આવે ત્યારે તેમાંથી નિવૃત્ત થઈને પ્રવેશ કરે ત્યારે “નિસાહિ” એમ બેલે તે માટે નિષેલિકી સમાચારી કહેવાય છે.
૬. આપૃછા : નાનાંમોટાં તમામ કાર્યો માટે કાર્ય કરતાં પહેલાં ગુરુની આજ્ઞા માગવી એ આપૃચ્છા સમાચાર છે. વિનય ગુણની તાલીમ માટે આ અતિઆવશ્યક ગણાય છે.
૭. પ્રતિપૃચ્છા : ગુરુની આજ્ઞાથી કેઈ કાર્ય કરવામાં આવે ત્યારે પુનઃ પૂછવું જોઈએ. કર્તા અંગે કેઈ સૂચન હોય તે ધ્યાનમાં લઈને તે પ્રમાણે કરવું. કામ કરવાનું ન હોય. ગુરુ નિષેધ પણ કરે.
૮. છન્દના : પૂર્વે ગ્રહણ કરેલા આહાર અન્ય સાધુઓને જરૂર હોય તે પ્રથમ આપવા માટેની ભાવના રાખીને અમલ કરે. અન્ય સાધુને વિનંતીપૂર્વક લાવેલા આહારને ગ્રહણ કરવા માટે કહેવું.
૯. નિમંત્રણ : આહાર લેવા જવા પૂર્વે અન્ય સાધુઓને આહાર લાવવા સંબંધી પૃછા કરવી.
૧૦. ઉપસંપદા : જ્ઞાન એટલે કે સૂત્રાર્થના અભ્યાસ માટે પિતાના સમુદાયના આચાર્યની આજ્ઞાથી અન્ય ગચ્છના આચાર્યની અનુજ્ઞાપૂર્વક રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org