________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૪૯
નહિ. ઇન્દ્રિયાનુ દમન કરવાથી ભાજન પ્રત્યેની આસક્તિ રહેતી નથી. જે રસ્તા પર રાજા, કોટવાળ, પ્રધાન કે રાજ્યના અધિકારીએ નિવાસ કરતા હોય તે માર્ગો પર ભિક્ષા માટે જવું નહિ. ભિક્ષુણીનાં રૂપલાવણ્યથી મેાહિત થઈને, સયમ છેડાવીને પોતાના અંતઃપુરમાં રાણી તરીકે સ્થાન આપે છે. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી કોઇ પણ પ્રકારના આહાર થઈ શકે નહિં. દિવસના ત્રીજો પહેાર એ ગેચરી મેળવવા માટે શ્રેષ્ઠ સમય છે.
ગોચરી ફરતાં જો શુદ્ધ આહાર મળી જાય તે સારું છે અને ન મળે તે પણ સારુ જ છે. કેમકે ન મળે તે તપની વૃદ્ધિ થાય. અને મળે તેા પ્રાણનું ધારણ થઈ શકે. અર્થાત્ મળે તે સંયમવૃદ્ધિ અને ન મળે તે તપવૃદ્ધિ.
આહાર લેવાનું પ્રયાજન બતાવતાં કહ્યું છે કે,
'अहो जिणेहिं असावज्जा वित्ति साहुण हेसिअ । भुक्खाणउस्स साहुदेहस्स ધારા || ♦ ||
અહો ! મેક્ષના સાધનભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તેના પણ સાધનરૂપ સાધુના દેહને ટકાવવા માટે જિનેશ્વરદેવે નિરવધ-પાપરહિત પ્રવૃત્તિ બતાવી છે.
આહારસંબંધી ૪૨ દેષને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમકે—(૧) ઉદ્ગમના ૧૬, (૨) ઉત્પાદના ૧૬, (૩) એષણાના ૧૦ અને (૪) પિરભાગના પ.
ઉગમના ૧૬ દેષ આ મુજમ છે : ૧. આધાક – સાધુને માટે બનાવેલે આહાર. ૨. ચૌદશિક-સાધુને માટે જ તૈયારી કરીને રાખવામાં આવેલા આહાર. ૩. પૂર્તિકમ—શુદ્ધ આહારને અશુદ્ધ સાથે ભેગા કરવા. ૪. સાધુ અને ગૃહસ્થ બન્નેને ઉપયેાગમાં આવશે એવા હેતુથી બનાવેલા આહાર. ૫. સ્થાપના—શુદ્ધ કે અશુદ્ધ આહાર સાધુ માટે અલગ રાખવેા. ૬. પ્રાકૃતિકા-સાધુને વહેારાવવાના લાભ મળે તે માટે સમયમાં ફેરફાર કરવા. લગ્ન કે અન્ય પ્રસંગે ભાજન બનાવ્યાં હાય તે. ૭. પ્રાદુષ્કરણ—વહારાવવાની વસ્તુ અ`ધકારવાળી જગ્યામાંથી પ્રકાશની બહાર લાવવી, ખારી ઉઘાડવી વગેરે. ૮. કીત—બજારમાંથી સાધુને માટે ખરીદીને વહેારાવવાની વસ્તુ. ૯. પ્રામિત્ય—વહેારાવવા માટે ઉધાર લાવવુ. ૧૦. પરાવર્તિત—વહારાવવાની વસ્તુની અદલાબદલી કરવી. ૧૧. અભ્યાહત—સાધુને વહેારાવવા આહાર લઇ ને સામા જવું. ૧૨. ઉભિન્ન—તાળુ ખેલીને વસ્તુ કાઢી વહેારાવવી. ૧૩. માલાપહત—માળ પરથી ઉતારીને વહેારાવવું. ૧૪. આચ્છેદ્ય—પુત્ર કે નાકર પાસેથી લઇ ને વહેારાવવું. ૧૫. અનિષ્ટ—સહિયારી માલિકીની વસ્તુ સંમતિ વિના વારાવવી. ૧૬. અધ્યવપૂરક—પોતાને માટે તૈયાર કરેલી રસોઈ કે ભાજનમાં સાધુ માટે વધારે ઉમેરીને તૈયાર કરેલે। આહાર.
ઉત્પાદના ૧૬ દોષ : ૧. ધાત્રી—ધાવ માતા સમાન નાના બાળકને ખુશ કરીને સારી ભિક્ષા મેળવવી. ૨. દૂતી—ગૃહસ્થના સંદેશા પહોંચાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી. ૩. નિમિત્ત— જ્યાતિષ, લક્ષણશાસ્ત્ર, સામુદ્રિક વિદ્યાના ઉપયેગથી પ્રભાવ પાડીને ભિક્ષા મેળવવી. ૪. વનીક–
શા. છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org