________________
[ શાસનનાં શમણીરત્નો. વય સમબધમ્મ સંજમ, વૈયાવચં ચ લંબગુત્તીઓ /
નાળાઈતિયં તવ જેહાનિકાહા ઈહ ચરણમેયં | (ચરણસિત્તર) ભાવાર્થ –પાંચ મહાવ્રત, દશવિધ શ્રમણધર્મ, સત્તર પ્રકારે સંયમ, દશવિધ વૈયાવચ્ચ, નવવિધ બ્રહ્મચર્યની વૃપ્તિ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણ, બાર પ્રકારનાં તપ અને કોંધાદિ ચાર કવાનો નિગ્રહ, એમ સિત્તેર પ્રકારને ચરણસિત્તરી કહે છે.
પિંડપિસહી સમિઈ પડિમા ય દિયનિરોહી !
પડિલેહણુગુત્તીઓ અભિગ્રહો ચેવ કરણું તું (કરણસિત્તરી) ચાર પ્રકારના પિંડની (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની) વિશુદ્ધિ તે ચાર પાંચ સમિતિનું પાલન તે પાંચ બાર ભાવનાઓ ભાવવી તે બાર, પાંચ ઇન્દ્રિયના વિકારનો નિરોધ તે પાંચ; વસ્ત્રાદિની પચીસ પ્રતિલેખની રૂપ પચીસ ત્રણ ગુપ્તિના પાલણરૂપ ત્રણ અને કેધાદિ ચાર પ્રકારના અભિગ્રહ ધારવા તે ચાર–એમ કરણ અને મૂળ ગુણની સાધનામાં સાધન રૂપ આ સિત્તેર ગુણને કરણસિત્તરી કહી છે. ૫
જૈન ધર્મમાં સાધુ-સાધ્વીના આચારમાં કેઈ ભેદ નથી. સાધુના પાંચ વ્રતની માફક સાધ્વીને પણ પાંચ વ્રતનું પાલન કરવાનું હોય છે. આહાર, પાત્ર, વસ્ત્ર અંગે પણ સમાન આચારસંહિતા છે, છતાં સાધ્વીના જીવનમાં વસ્ત્રની રચના સાધુ કરતાં અલગ છે. સાધુના નિયમોના ઉલ્લેખમાં સાધ્વીને પણ જુદો ઉલ્લેખ કર્યો છે.
મિડુ વા મિgી વા” આ શબ્દો સાધુ-સાધ્વી માટે પ્રયોજાયેલા છે. સાધુ ભિક્ષા લેવા નીકળે છે ત્યારે તે ભ્રમરવૃત્તિથી ભિક્ષા ગ્રહણ કરે છે. જેવી રીતે ભમર પુષ્પપરગ લેતી વખતે પુષ્પને પીડા ન થાય તેવી રીતે ગ્રહણ કરે છે, તેમ સાધુ પણ ભિક્ષા ગ્રહણ કરે છે. સુધાપતિ માટે આવશ્યક આહાર ગ્રહણ કરવા વિશે તેમાં ઉલ્લેખ થયેલ છે.
જહા દુમ્મસ પુષ્કસ ભમરો આવિયાઈ રસું |
પુષ્ક કિલાઈ સો અ પણેઈ અપ્પય છે રે ! જેમ વૃક્ષનાં પુષ્પમાંથી અલ્પ અ૫ રસ ચૂસે છે, છતાં પુષ્પને પીડા કરતા નથી અને પિતાને તૃપ્ત કરે છે.
ઉપરોક્ત ગાથા સાધુ-સાધ્વીની ગોચરી અંગે પ્રકાશ પાડે છે કે, સાધુ-સાધ્વીએ જુદા જુદા સ્થાનેથી ડી ડી ગોચરી ગ્રહણ કરવી. અતિવૃષ્ટિ, સૂક્ષ્મ જીવોને ઉપદ્રવ અને આંધી જેવાં કારણોને લીધે ગોચરી જઈ શકાય નહિ. શિયાતરને ત્યાંથી આહાર ગ્રહણ થાય નહિ. કેઈ અન્ય વ્યક્તિને ત્યાંથી લાવેલ આહાર શૈયાર ઘરમાંથી ગ્રહણ થઈ શકે નહિ. ભિક્ષા લેવા જતી વખતે શાંત ચિત્ત રાખવું અને ત્રણ સ્થાવર જીવોની હિંસા ન થાય તેને ઉપગ રાખીને ધીમે ધીમે ચાલવું. માર્ગમાં કેલસી, રાખડી અને છાણવાળી ભૂમિ પરથી જઈ શકાય નહિ. જે માર્ગ પર ઉન્મત્ત. થયેલાં હાથી, ઘોડા, કૂતરાં હોય તેવા માર્ગ પરથી પસાર થવું નહિ. ભેજન માટે ઉત્કંઠા રાખવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org