________________
[ શાસનનાં શમણીરત્ન
પ્રકરણ : ૨
શ્રી શ્રમણી આચાર અને આહાર બીજા પ્રકરણમાં શ્રમનું આચાર અને આહાર, વત્ર અને પાત્રના નિયમો, શ્રમણ દિનચર્યા. શમણુસંધ, દંડપ્રક્રિયા વગેરે વિશે જેનધર્મના મૂળભૂત ગ્રંથ – આગમ અને અન્ય ગ્રંથોના સંદર્ભથી માહિતી આપવામાં આવે છે. આ માહિતી સમગ્ર સંયમજીવન વિશે પ્રકાશ પાડે છે. ચારિત્ર તલવારની ધાર જેવું છે, લેઢાના ચણા ચાવવા જેવું છે. ચારિત્ર એ સુકોમળ સુમનોની સુરભિયુક્ત શમ્યા નથી. ચારિત્ર એ તો સ્વેચ્છાએ સ્વીકારેલ મોક્ષમાર્ગની યાત્રા છે, જેમાં સત્સંગ માત્ર દર્શન અને જ્ઞાનનો જ છે. સર્વવિરતિધર્મની સાચી દષ્ટિ કેળવાય અને ચારિત્ર પ્રત્યે અનુરાગ કેળવીને અભિમુખ થવાય ચારિત્રના આરાધકની અનુમોદના માટે સર્વ સંયમધર આત્માઓને જિનશાસનના પ્રેમીઓ એમને ઉલાર વધારવામાં નિમિત્ત બને તેવી અપેક્ષાથી સંયમજીવનની વિશદ માહિતી આપી છે.
શ્રમણ-આચાર વિશેની શાસ્ત્રીય માહિતીને અંગે ગચ્છાચારમાં દર્શાવવામાં આવેલી સાધ્વીજીઓના આચારની માહિતી અને ઉપદેશમાળામાં જણાવવામાં આવેલી સંયમજીવનની નિયમાવલી વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત, સાધુજીવનની સારયતા એ શીર્ષક હેઠળ, એટલે કે એક મહાત્માની નેંધ આપવામાં આવી છે. ઉપરોક્ત ત્રણ પ્રકારની માહિતીનું ચિંતન-મનન, સ્વાધ્યાય અને સાધના આચાર–સંયમને યથાર્થ કરી મુક્તિ પ્રાપ્ત કરવામાં રાજમાર્ગ બની શકે તેમ છે. સતત જયણ કે ઉપગની વિશુદ્ધ ભાવના કેળવવામાં આ બધી માહિતી સંયમનું અને આભૂષણ છે. તેનાથી ચારિત્રધર્મની વૃદ્ધિ અને પ્રભાવના થાય કે ભવ્યાત્માઓ એમ વિચારે કે સંયમની સાધનાથી જે કંઈ પણ પ્રાપ્ત કરવાનું હોય તે માત્ર મોક્ષ છે. વીતરાગના શાસનને પામ્યા પછી મારે વીતરાગ બનવું છે એવી ભાવનાથી હૈયું વાસિત થાય તે સંયમ કાંટાળો તાજ ન લાગે; એ તો મોક્ષમાર્ગના સાધક આત્માનો મુગટ’ બની રહે !
જૈન ધર્મમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા—એ ચતુર્વિધ સંઘના આચાર પર વિશેષ મહત્ત્વ મૂકવામાં આવ્યું છે. આચાર વગરના વિચારે કે પ્રચાર-ઉપદેશ નિષ્ફળ નીવડે છે. વિશ્વના તમામ ધર્મોના પાયામાં આચાશુદ્ધિને પ્રથમ કક્ષાનું સ્થાન આપવામાં આવ્યું છે. “કાચા ઘા ધર્મ' આવી ઉક્તિ ધર્મની વાર્તામાં પ્રથમ આવે છે. તીર્થકર ભગવંતે ધર્મ-પુરુષાર્થને ઉપાસના કરીને મોક્ષ મેળવ્યું તેમાં આચાર જ પ્રધાન ગણ છે. “શરામાં વહુ ધર્મસાધનY ”
–શરીર એ સાધના માટેનું મુખ્ય સાધન છે. મેક્ષ એ સાધ્ય છે. આગમસૂત્રોમાં અંગસૂત્ર તરીકે ૧૧મી ગણતરી થાય છે તેમાં આચારાંગસૂત્ર પ્રથમ છે, ત્યાર પછી અન્ય આગમને ઉલ્લેખ થયે છે.
શ્રી સુધર્માસ્વામીએ ભવ્ય જીવોના કલ્યાણને માટે સંસારસમુદ્રથી પાર ઉતરવા દ્વાદશાંગીની રચના કરતાં પ્રથમ અંગસૂત્ર આચારાંગસૂત્રમાં સાધુઓના આચાર જણાવ્યા છે. શાસ્ત્રાનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org