________________
શાસનના શ્રમણને ]
| [ ૪પ એ સ્પષ્ટ હકીકત ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. પુરુષની જેમ સ્ત્રી પણ સર્વવિરતિ અંગીકાર કરીને મોક્ષમાર્ગે પ્રયાણ કરવાને પુરુષાર્થ કરે છે. સ્ત્રીઓ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરે ત્યારે “સાધ્વી” એ નામથી ઓળખાય છે. સાધ્વીજી ઉપરાંત શ્રમણી, ગુરુજી, (લેકબોલીમાં) ગયણજી વગેરે શબ્દો પણ પર્યાયવાચી બન્યાં છે. ૨૨માં તીર્થકર નેમનાથના હસ્તે રાજીમતીએ દીક્ષા અંગીકાર કરીને મોક્ષપ્રાપ્તિ કરી હતી. સાધુ માટે પર્યાયવાચી શબ્દ શમણ છે, તે પરથી સાધ્વી માટે શ્રમણ શબ્દપ્રયોગ થાય છે. સાધુની માફક સાધ્વીને પણ પંચમહાવ્રતનું નિરતિચાપણે સતત સાવધાનીથી પાલન કરવાનું હોય છે. ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાએ પ્રભુની દેશના સાંભળીને અન્ય ૧૦૦૦ સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. જૈન શાસનમાં સ્ત્રી-પુરુષને સમાન રીતે મોક્ષપ્રાપ્તિનો અધિકાર બક્ષવામાં આવ્યું છે. સાધ્વીઓ જૈન દર્શનતત્ત્વજ્ઞાન, ગુરુ અને પંડિતેની નિશ્રામાં અભ્યાસ કરીને રત્નત્રયીની આરાધના કરે છે. તેમની મુખ્ય પ્રવૃત્તિઓમાં તેઓ સ્ત્રીવર્ગમાં ધર્માચરણને-નીતિને સદુપદેશ આપીને દેશવિરતિ અને સર્વવિરતિના માર્ગમાં જોડવાનું મહા મંગલકારી કાર્ય કરે છે. સાધ્વીસમુદાય પણ જિનશાસનની પ્રભાવના અને સ્ત્રીવર્ગની આત્મોન્નતિ માટે પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરે છે. ચારિત્ર એટલે અસની નિવૃત્તિ અને સન્ની પ્રવૃત્તિ એ દષ્ટિએ સાધ્વીસમુદાય વ્રત ધારણ કરીને, સ્વયં પ્રવૃત્તિશીલ રહીને, શ્રાવિકાઓને જીવનપંથ ઉજમાળ કરવા પથપ્રદર્શક બની રહે છે.
ચતુવિધ સંઘમાં સાધ્વીજી સમુદાયનો શાસ્ત્રીય સંદર્ભ સમવાયાંગસૂત્રમાં ૨૪ તીર્થકરને નામનિદેશ કરવામાં આવ્યું છે. ક૯પસૂત્રમાં રાષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ, અને મહાવીર એમ ચાર તીર્થકરના ચરિત્રની વિગતોમાં પ્રભુના શાસનના પરિવારને ઉલ્લેખ કરતાં સાધ્વીજીઓની સંખ્યા પણ દર્શાવેલી છે. શ્રી રાષભદેવ ભગવાનના સમયથી જ ચતુર્વિધ સંઘમાં સાધ્વીનું સ્થાન હતું જ. નેમનાથ ભગવાનના પરિવારમાં ૪૦ હજાર સાધ્વીઓની સંખ્યા હતી. શ્રી વાપભદેવ ભગવાનના પરિવારમાં સાધ્વીઓની સંખ્યા બ્રાહ્મી અને સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓ હતી. શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિવારમાં પુષ્પચૂલા આદિ ૩૮ હજાર આર્યા એટલે સાધ્વીઓ હતી, જ્યારે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના પરિવારમાં ચંદનબાળા વગેરે ૩૦ હજાર સાધ્વીઓની સંખ્યા હતી. ઉપરોક્ત વિગતેને આધારે સાધ્વીસમુદાયનું અસ્તિત્વ હોવાનું સમર્થન મળે છે અને ચતુર્વિધ સંઘમાં તેમનું શ્રમણ પછીનું બીજા ક્રમે સ્થાન હતું એમ સ્પષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org