________________
શાસનનાં શ્રમણીરત્ને
[ ૪૩
તપ કરીને મુક્તિ મેળવવાનો પુરુષાર્થ કરનારા તાપસે પણ સાધુની સમકક્ષાએ સ્થાન પામેલા છે. ઉપરોક્ત પર્યાયવાચી શબ્દ માત્ર સાધુ કે મુનિ એ પુરુષવાચક છે, તેમાંથી સ્ત્રીને સંદર્ભો પ્રાપ્ત થતા નથી તેમ છતાં રામાયણમાં સંન્યાસિની, ભિક્ષુણી એવા શબ્દપ્રયોગ થયેલા છે. તે ઉપરથી એવુ અનુમાન કરવામાં આવે છે કે સ્ત્રીએ પણ સન્યસ્તજીવન સ્વીકારીને સાધના કરતી હતી. એ જ રીતે મહાભારતના શાંતિપર્વમાં સુલભતાનું વૃત્તાંત એ ભિક્ષણીજીવનના સમર્થનમાં પ્રાપ્ત થાય છે. સુલભા પરિત્રાજિકા બનીને અધ્યાત્મવાદનું પ્રતિપાદન કરતી ઉપદેશાત્મક વાણી લેાકાને સંભળાવતી હતી. સુલભા માટે · ભિક્ષુકી ’ શબ્દ પ્રયોગ થયેલા છે. સુલભા ક્ષત્રિય કન્યા હતી એટલે ન્યાત-જાતના ભેદભાવરહિત ‘ ભિક્ષુણી ' ધર્મ સ્વીકારીને સૌ કાઇ આત્મસાધના કરી શકે છે, એવા સ્ત્રી-પુરુષ-સમાનતાને ઉદાર વિચાર
ર્જાઈ શકાય છે.
હિન્દુધર્માંની ઉપરોક્ત ભૂમિકા સન્યસ્તની સાથે સંન્યાસિનીના સમુદાય માટે મહત્ત્વના વિચારો દર્શાવે છે. તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે માક્ષમાના આરાધક મુક્ત રીતે સ્ત્રી કે પુરુષ – સમાન રીતે બની શકે છે. હિન્દુધર્મની જેમ અન્ય ધર્માંસ'પ્રદાયામાં સ્ત્રીએ અધ્યાત્મમાર્ગ ની કેટલીક વિચારધારાનો અમલ કરીને સંસારી જીવન કરતાં જુદી રીતે જીવે છે. તેની ચર્ચા અત્રે નથી કરતા પણ બૌદ્ધધર્મીના સંધમાં ભિક્ષુ અને ભિક્ષુણી સંસ્થા વિશે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા સ્થાપિત થયેલી છે. બૌદ્ધધર્મમાં ભિક્ષુણી સંપ્રદાયના પાયારૂપ ભગવાન બુદ્ધની ધાવ માતા અને માસી મહાપ્રજાપતિ ગૌતમી છે તેને પ્રત્રજ્યા લેવાની ઇચ્છા હતી, પણ ભગવાન બુદ્ધે સ્ત્રીઓને પ્રવ્રજ્યા આપવાની ના જણાવી. પરંતુ ત્યાર પછી બુદ્ધના મુખ્ય શિષ્ય આન બુદ્ધને પ્રાર્થાંના કરતાં સ્ત્રીઓને પ્રવ્રજ્યા આપવાનો નિર્ણય લેવાયે.
જૈનધર્મીમાં ચતુર્વિધ સંઘસ્થાપનામાં ‘સાધ્વી ’ના સમાવેશ થયેલો છે. પ્રત્યેક તીથ કરે તીથ સ્થાપના કરે છે, અને તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચતુર્વિધ સ`ઘની સ્થાપના કરવામાં આવે છે. વમાન ચાવીશીમાં પણ પ્રત્યેક તીથંકરા દ્વારા ચતુધિ સંઘની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મુખ્ય સાધ્વીજીનુ નામ અને તે તે સમયની સાધ્વીસંખ્યાની
વિગત જે આ
પ્રમાણે છે.
ક્રમ
1.
૨
3
∞ર છું v
Jain Education International
તીર્થંકર
શ્રી ઋષભદેવ
શ્રી અજિતનાથ
શ્રી સંભવનાથ
શ્રી અભિનંદનસ્વામી
શ્રી સુમતિનાથ શ્રી પદ્મપ્રભુસ્વામી શ્રી સુપાર્શ્વનાથ શ્રી ચદ્રપ્રભુસ્વામી શ્રી સુવિધિનાથ
પ્રથમ સાધ્વી
બ્રાહ્મી
ફાલ્ગુના
શ્યામા
અજિતા
કાશ્યપી
તિ
સામા
સુમના
વાણી
For Private & Personal Use Only
સાધ્વી પરિવાર
૩૦૦૦૦૦
૩૩૦૦૦૦
૩૩૬૦૦૦
૬૩૦૦૦૦
૧૩૦૦૦૦
૪૨૦૦૦૦
૪૩૦૦૦૦
૩૮૦૦:૦
૧૨૦૦૦૦
www.jainelibrary.org