________________
ઉંમર ૨૮ વર્ષની હતી. પ્રધાન કહે છે કે તારી ઉમર નાની છે. તારી સંપૂર્ણ તૈયારી છે ને! પત્ની કહે છે, મારી તે તૈયારી છે, પણ સ્વામીનાથ! તમે તૈયાર છે ને? પ્રધાન કહે છે હું તે તારી રાહ જોતા હતા. બંને એકબીજાના વિચારોમાં સંમત થઈ ગયા અને સંત પાસે જઈને ભર યુવાનીમાં બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા અંગીકાર કરી લીધી..
બેલે, મારા રાજકોટ શહેરના શ્રાવકે! તમે પણ આ રીતે અમારી શ્રાવિકાના વિચારોમાં સંમત થશોને? મહાવીરને શ્રાવક હંમેશાં પાપથી ભયભીત રહે, અને ગમે કે ન ગમે પણ સંતે કહે કે આમ કરવામાં પાપ, પાપં ને પાપ છે. ઝેર, ઝેર ને ઝેર છે તે પછી તે પાપ તરફ પગલાં ન ભરે. મેસુબ ગમે તેટલું સરસ બનાવ્યો હોય પણ કેઈ આવીને કહે કે એમાં ઝેર છે તે તમે ફેંકી દે છે. આ ઝેર તે એક જ ભવ બગાડે છે પણ વિષયનું વિષમ વિષ તે અનંત ભ બગાડે છે. માટે કામના કીડા બની જીંદગીને બરબાદ ન કરો.
પ્રધાન તેની પત્નીને કહે છે, ધન્ય છે કે, મને તારા જેવી દેવી મળી. મને ધર્મકાર્યમાં સહકાર આપ્યો. તમે તે એમ કહો કે ધન્ય છે મને, કે તારા જેવી રૂડી ને રૂપાળી તું મળી. ચામડાના પૂજારીઓ ! ચામડામાં મોહ ન પામશે. પણ તમે પત્ની ને ધર્મના માર્ગે વાળે કે પત્ની તમને જગાડે ત્યાં ધન્યવાદ આપજે. કઈ શ્રાવક બાર વ્રતમાંથી એક વ્રત અંગીકાર કરે તે સંતે ધન્યવાદ આપી શકે પણ કઇ ફેકટરી બેલે ત્યાં ધન્યવાદ ને આપી શકે. કારણકે ત્યાં એકાંત પાપનું જ કાર્ય છે. પૈસા કમાઈને તે ધર્મના કાર્યમાં ગમે તેટલા વાપરે પણ ત્યાં સંતે ધન્યવાદ ન આપી શકે.
હવે જે છ છ દેવલોકમાં ગયા છે. બે દેવી પણે ઉત્પન્ન થયા છે અને ચાર દેવપણે ઉત્પન્ન થયા છે. તેમાંથી ચાર છનું આયુષ્ય વહેલું પૂર્ણ થાય છે. ત્યાંથી ચવીને તે આત્માઓ ક્યાં ઉત્પન્ન થશે અને કોણ કેને જગાડશે અને કઈ રીતે તે આત્માએ નરેગ્ય રંગમાં રંગાશે, તેની ચૌદમા અધ્યયનમાં સુંદર રજુઆત કરવામાં આવી છે. તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫ અશાડ વદ ૩ ને મંગળવાર તા. ૨૧-૭-૭૦
શાસન સમ્રાટ ત્રિકીનાથ ભગવંતના મુખમાંથી ઝરેલી શાશ્વત વાણી તેનું નામ સિદ્ધાંત. દુનિયામાં બધું બદલાય પણ સિદ્ધાંતના ભાવ કદી બદલાય નહિ. જ્ઞાનીઓને ૫ શા