________________
વિદ્વાનોએ આપદા આવે ત્યારે શેક શા માટે કરવો જોઈએ જે કઈ (જાહેર) ચાર રસ્તા ઉપર પિતાનું મકાન બનાવે તો બધા લેકે તેને ઓળગીને જાય, એનાથી કેણ ભય પામે? स्वकर्मव्याघ्रण स्फुरितनिजकालादिमहसा । समाघ्रातः साक्षाच्छरणरहिते संसृतिवने ॥ प्रिया में पुत्रा मे द्रविणमपि मे मे गृहमिदं । वदन्ने मे मे पशुरिव जनो याति मरणं ॥४८॥
જેમ અશરણ વનમાં બળવાન સિહથી પકડાયેલ પશુમેં મેં કરતું મરી જાય છે, તેમ આ શરણ રહિત સંસારરૂપી વનમાં ઉદય પ્રાપ્ત પોતાનાં કર્મરૂપી સિંહથી પકડાયેલ પ્રાણી મારી સ્ત્રી, મારે પુત્ર, મારું ધન, મારું ઘર એમ પશુની સમાન મારું મારુ (મે મે કરતા મુત્યુને પ્રાપ્ત થાય છે. लोका गृहप्रियतमासुतजीवितादि । वाताहतध्वजपटाप्रचलं समस्तं ।। व्यामोहमत्र परिहत्य धनादिमित्रे । धर्मे मतिं कुरुत कि बहुभिर्वचोभिः ॥५४॥
હે, લૌકિક જનો! આ ઘર, સ્ત્રી, પુત્ર, જીવન આદિ સર્વ પદાર્થો પવનથી હાલતી ધ્વજાના કપડાના અગ્ર ભાગ જેવા ચંચલ છે, વિનાશિક છે. તેથી ધન અને મિત્ર આદિના મેહને ત્યાગીને ધર્મ સાધનમાં બુદ્ધિને ધારણ કરે. વધારે વચને કહેવાથી શું?
શ્રી અમિતગતિ આચાર્ય તત્વભાવના–અહત સામાયિક પાઠમાં ભાખે છે –
असिमसिकृषिविद्याशिल्पवाणिज्ययोगस्तनुधनसुतहेतोः कर्म यादृक् करोषि ॥ सकृदपि यदि तादृक् संयमार्थ विधत्से । सुखममलमनंतं किं तदा नाऽनुषेऽलं ॥६॥