________________ કરતાં?” આજે હું આને ખંડખંડ કરીને અગ્નિમાં ફેંકવા ઉદ્યત થયે હતું. પરંતુ તારા વડે આની રક્ષા થઈ. અને મારી દુર્ગતિમાં પડતા રક્ષા કરી. આમ બનેના ઉપર પણ તારા વડે ઉપકાર કરાયા. એથી હે પરાક્રમી તું કોણ છે તે કહે? તેના દ્વારા પૂછાયે છતે કુમારના કુલાદિક મંત્રી પુત્રવડે કહેવાયા. રતનમાલા પણ પ્રિયના સમાગમથી હર્ષિત થઈ. પાછળથી રત્નમાળાના માતાપિતા કીતિમતિ, અમૃતસેન ત્યાં આવ્યા. અને પૂછવાથી મંત્રી પુત્રે તેમને વૃતાંત જેમ હવે તેમ કહ્યો. - પિતાની પુત્રીનું રક્ષણ કરનાર એને પરણનાર જ છે એમ જાણીને માતા-પિતા હર્ષ પામ્યા. તે પછી અપરાજિતની સાથે પિતાની પુત્રીને વિવાહ કર્યો. તેમના વચનથી અમૃતસેને સૂરકાન્તને અભય આપ્યું. સૂરકાન્ત કુમાર [ નિસ્પૃહ ઈચ્છારહિત જાણીને નિસ્પૃહ હોવાથી મણિ-મૂળિકા અને વેષપરાવર્તન કરવા માટે ગુટિકા મંત્રી પુત્રને આપી. જ તે પછી અપરાજિતે પિતાના શ્વસુર પ્રતિ કહ્યું : આપ આપની પુત્રીને મારા પિતાના સ્થાને ગયા પછી લઈ આવજે. એમ કહીને આગળ ચાલ્યા. તે પછી પુત્રીની સાથે અમૃતસેન અને સુરકાંત વિદ્યાધર અપરાજિતનું સ્મરણ કરતાં પિતા પોતાના સ્થાનકને પ્રાપ્ત થયા. કુમાર પણ મંત્રીપુત્ર સાથે આગળ જતાં તૃષાકાત થયેલા મહાઇટવીમાં ગયા. ત્યાં એક આંબાના વૃક્ષ નીચે બેઠા. મંત્રીપુત્ર તે પાણી લાવવા માટે ગયો. દૂર જઈને જલ લઈને જ્યાં મંત્રીપુત્ર આવ્યું ત્યારે ત્યાં આંબાના વૃક્ષની નીચે રાજકુમારને ન જે. તેથી મનમાં વિચાર્યું, શું આ સ્થાનક નથી ? P.P. Ac. Gunratriasuri M.S. Jun Gun Aaradhak Trust