________________ પુત્રની જેમ ઘરે લઈ ગયે. મંત્રી પુત્રે પણ તસ્કરને રજા આપીને. અપરાજિતની સાથે આવ્યે. તે બને પણ કેશળ રાજાના મહેલમાં સુખપૂર્વક રહ્યાં. એકવાર કેશળ રાજાએ કનકમાળા નામનો પિતાની કન્યા અપરાજિતને આપી. કેટલાંક દિવસે ત્યાં રહીને “જવામાં વિન ન થાઓ” એમ વિચારીને રાજાને કહ્યા સિવાય મિત્ર સહિત કુમાર રાત્રે ત્યાંથી ચાલ્યો. માર્ગમાં જતાં કુમારે કાલિકાદેવીના મંદિરના પાસેથી “હા! હા! . પૃથ્વી નિપુરૂષવાળી છે !" આ પ્રમાણે રાતના રૂદન સાંભળ્યું. અને મનમાં જાણ્યું “કઈ પણ આ સ્ત્રી રડે છે.” એમ નિર્ણય કરીને તે શબ્દના અનુસારે ગયે. ત્યાં જલતી. જવાલાની પાસે બેઠેલી એક સ્ત્રીને અને તીણ શાસ્ત્રને ધારણ કરેલાં એક પુરૂષને જે. “આ અધમ વિદ્યાધરથી કઈ વીર પુરૂષ હોય તે મારી રક્ષા કરે.” એમ શિકારી વડે પકડાયેલી શકુનીની જેમ તે સ્ત્રીનું આકદ તે કુમારે સાંભળ્યું. તે પછી તે અધમ ખેચરને કુમારે આવેશથી કહ્યું : રે અધમ પુરૂષ ! યુદ્ધ માટે તૈયાર થા. અબલા ઉપર પરાક્રમ શું કરે છે?” એમ બેલતે કુમાર યુદ્ધ કરવા લાગ્યો. બને યુદ્ધમાં કુશળ પરસ્પર ઘાને બચાવતા ભૂજાના યુદ્ધમાં પ્રવૃત્ત બન્યા. તે યુદ્ધમાં કુમારને આ પરાજિત જોઈ વિદ્યાધરે અપરાજિતને નાગપાશ વડે બાંધે. કુમારે પણ તે પાશને જુના દેરડાની જેમ તોડી નાખ્યા. ફરીથી વિદ્યાધરે વિવિધ શસ્ત્રો વડે અસુરદેવની જેમ કુમાર ઉપર પ્રહાર કર્યા. પરંતુ પૂર્વ પુણ્યના પ્રભાવથી અને દેહના સામર્થ્યથી. અંશમાત્ર પણ કુમાર ઉપર તે પ્રહાર પ્રભાવ ન કરી શક્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust