________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાનને લીધે દિવાકર (સૂર્ય) સરખા તીર્થકરોએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીવોને હિતકારી એવા ધર્મનું મને શરણ હેજે. છે ૪૩
કરડે કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થ રચવાને નાશ કરનારી જીવદયાનું જેમાં વર્ણન થાય છે, એવા ધમનું મને શરણ હેજે. કે ૪૪
પાપના ભારથી દબાયેલા જીવને કુગતિરૂપી કુવામાંપડતો જે ધારણ કરી રાખે છે, એવા ધર્મનું મને શરણ હે. ૪પ
સ્વર્ગ અને મેક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુથાએલા લોકોને જે સાર્થવાહરૂપ છે, અને સંસારરૂપ અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે તે ધર્મનું મને શરણ હેજે. ! ૪૬ છે
આ પ્રમાણે ચાર પ્રકારના શરણને ગ્રહણ કરનાર અને સંસારના માગથી વિરકત ચિત્તવાળા મેં જે કાંઈ પણ દુષ્કૃત કર્યું હોય, તેની હમણું આ ચાર (અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધમ)ની સમક્ષ નિદા કરું છું. ૪૭. - મિથ્યાત્વથી વ્યાહ પામીને ભમતાં મેં મન, વચન કે કાયાથી કુતીથી (અસત્ય મત) નું સેવન ક્યું હોય, તે સર્વની અત્ર હમણાં નિંદા કરું છું. ૪૮
જિનધમ માર્ગને જો મેં પાછળ પાડે હેય, અથવા તે અસત્યમાગને પ્રગટ કર્યો હોય, અને જો હું બીજાને પાપના કારણભૂત થયે હેલ્ફ; તે તે સર્વની હમણાં હું નિંદા કરું છું. ૪૯
જતુઓને દુઃખ આપનારાં હળ, સાંબેલું વિગેરે જે મેં તૈયાર કરાવ્યાં હેય, અને પાપી કુટુંબનું જે મેં ભરણપોષણ કર્યું હોય, તે સવની હમણાં હું નિંદા કરૂં છું. પ૦ છે
For Private And Personal Use Only