________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯
બને દેવકી પિતાની કાન્તિથી દિશાઓમાં પ્રકાશ કરતા આકાશમાર્ગે ચાલ્યા ગયા. પછી શ્રી કાવિડ અને વારિખિલ્ય વિગેરે તાપસ મુનિવરે તે તીર્થના અને જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈ માસોપવાસ કરીને તે સ્થાનમાંજ રહ્યા. અનુક્રમે સમસ્ત મેહનીય કર્મનો ક્ષય કરી પ્રાતે નિર્ધામણા આચરી મનવચનના યેગે સર્વ પ્રાણીઓને ખમાવી અષ્ટ કમ ક્ષય કરી નિર્મળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતર્મહતમાં તે દશ કેટી સાધુઓ મોક્ષપદને પ્રાપ્ત થયા.
પેલે હંસ કે જે સધર્મ દેવલોકમાં મહાદ્ધિમાન દેવ થયું હતું તેમણે શત્રુજ્ય ગિરિરાજ ઉપર આવી ભકિત પૂર્વક - મહા સમૃદ્ધિથી તેઓને નિર્વાણ મહત્સવ કર્યો. અન્ય લેકોને પિતાનું પૂર્વ વૃત્તાન્ત જણાવી તે સ્થળે હસાવતાર નામે પવિત્ર તીર્થ સ્થાપિને તે દેવ દેવલોકમાં ચાલ્યો ગયો. કાર્તિક માસની પુર્ણિમાને દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં આવતાં તે દશ કેટી મુનિઓ શત્રુંજ્ય ઉપર કેવલજ્ઞાન પામી સિદ્ધિપદને પ્રાપ્ત થયા. ત્યારથી કાર્તિકી પૂર્ણિમાને અપૂર્વ મહિમા આ જગતમાં પ્રસિદ્ધિને પામે છે. ચાતુર્માસની અવધી કાર્તિકી પૂર્ણિમા આવતાં થાય છે. તે દિવસે દેવતાઓ મુનિઓને નિર્વાણ ઉત્સવ કરે છે. તે પૂર્ણિમાએ શત્રુજ્ય ગિરિરાજની યાત્રા, તપસ્યા અને દેવાચન કરવાથી બીજા સ્થાનક અને બીજા સમયના કરતાં અધિક પુણ્ય થાય છે. કાર્તિક માસમાં માસક્ષમણ કરવાથી જેટલાં કર્મ સેંકડ સાગરોપમ સુધી નરકમાં દુઃખ ભોગવતાં ન ખપે તેટલાં કર્મો ખપી જાય છે, સિદ્ધાચળ ઉપર કાર્તિકી પૂર્ણિમાએ મન, વચન અને કાયાના રોગથી ભાવના પૂર્વક માત્ર એક ઉપવાસ કરવામાં આવે તો તે પ્રાણું બ્રહ્મહત્યા, વીહત્યા અને ગર્ભહત્યા જેવાં અધેર અને નરકદાયક પાપમાંથી પણ મુક્ત
For Private And Personal Use Only