________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૫
કેવળજ્ઞાની પણામાં વિચર્યા એ રીતે બરાબર બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાર્તિક વદિ અમાવાસ્યા બીજે ચંદ્રનામ સંવત્સર પ્રીતી વર્ધન નામને મહિને નદિવર્ધન નામને પક્ષ ઉપશમ નામને દિવસ દેવાનંદા નામની રાત્રિ સર્વાર્થસિદ્ધિ મુહુર્ત નાગ નામને કરણ રાત્રિના પાછલા ભાગમાં ચાર ઘડી રાત્રિ બાકી હતી ત્યારે સ્વાતિ નક્ષત્રમાં પર્યકાસન એટલે પાલખી પલાંઠી વાળીને બેઠા એવામાં શક્રેને આવીને પૂછયું કે હે ભગવન તમારા જન્મ નક્ષત્ર ઉપર બે હજાર વર્ષની સ્થિતિને ત્રીશમે ભસ્મગ્રહ આવશે તે અતિશુદ્ર છે માટે હે પ્રભુ તમે માત્ર એક મુહુર્ત જ પડખે (આયુષ્ય લંબાવો) તે પાછળ તમારા તિર્થની પૂજા પ્રભાવના સારી રીતે થશે નહીંતર પાછળ શિષ્યાદિ ચતુર્વિધ સંઘને અતિ પીડા થશે તે મારાથી પણ શાંત થશે નહીં. ભગવાને કેન્દ્રને કહ્યું કે હે ઈન્દ્ર એ વાત ત્રણ કાળમાં બને તેવી નથી જે થવાનું હોય તે થાય જ તેને કોઈ ટાળી શકે નહીં આયુષ્ય વધારવાને કઈ સમર્થ નથી.
પછી પ્રભુએ પચાવન અધ્યયન પુણ્યફળ વિપાકના કહ્યા પંચાવન અધ્યયન પાપફળ વિપકના કહ્યા અને પુછયા વિના છત્રશ અધ્યયન કહ્યા. તેને અપુષ્ટ વ્યાકરણ કહેવાય છે મારૂદેવીમાતા નામનું પ્રધાન નામા અધ્યયન કહે અંતર્મુહુર્તાનું શૈલેશ કરણ કરી ત્રણ યોગ રૂધી પ્રધાન અધ્યયન ભાવતાં શુકલ ધ્યાનના ચોથા પાદે હસ્વ અક્ષરની સ્થિતિવાળુ ચિદમું અયોગી ગુણઠાણું પામીને મોક્ષ પામ્યા ત્યારે ઝીણા કુંથુંઆ છે ઘણા થયા તેથી ઘણુ મુનીએ અનશન કર્યું નવ મલ્લકી જાતિના રાજાઓ અને નવ લચ્છવી જાતિના રાજાઓ એમ અઢાર કાશી કૌશલના અધિપતિ રાજાઓ અમાવાસ્યાના દિવસે વહન કરવા આવ્યા તેઓ પણ ઉપવાસ તથા પૌષધ કરીને ત્યાં રહ્યા તેઓએ
For Private And Personal Use Only