________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૩
શ્રી વિજયસેન સુરીસ સહ ગુરુ, વિજયદેવ સુરિસરૂ; જે જપે અહનિશ નામ જેહને, વર્ધમાન જિનેશ્વરે. નિર્વાણ સ્તવન મહિમા ભવન, વીર જિનાજે ભણે તે લો લિલાલબ્ધિ લચ્છી, શ્રી ગુણ હર્ષ વધામણે. ૨૦
ભાવાર્થ: વિજયસેન સુરિ સદ્ગુરૂ થયા, તેમની પાટે શ્રી વિજય દેવ સુરિ થયા કે જેઓ રાત્રિ દિવસ શ્રી વર્ધમાન જીનેશ્વરનું નામ જપે છે, એ પ્રમાણે શ્રી વીર જીનેશ્વરના મહિમાના મંદિર રૂપ આ નિર્વાણ સ્તવન જે કોઈ ભણે ગણે તે લીલા પૂર્વક લબ્ધિ અને લક્ષમી પામે એમ શ્રી ગુણહર્ષ નિર્વાણ મહિમાને વધાવે છે.
અષ્ટાપદની ઢાળ પેલી
પ્રથમ (દુલે ) સરસ વચન રસ ગુણ ભરી, કાશ્મીર દેશની વાસી, કવિજન કલ્પલત્તા સમી, જ્ઞાન દિપક આવાસ ૧ રૂષભાદિક ઇનવર નમી, પર ઉપગારી જેહ, ભવિક જીવને તારવા, યાન પાત્ર સમ તેહ, ૨ દિપક સમ ગુરુ મુજ મળ્યા, ટાળ્યા તિમિર અજ્ઞાન, આતમ હિત કરવા ભણી, તે છે પરમ નિધાન. ૩ એ કાળે તિર્થ ઘણું, ભવજલ તરવા નાવ, પૂન્યવત પ્રાણ લહે, તિરથ ભક્તિ ભાવ, ૪ તેમાં પણ એ તિરથ વડે, અષ્ટાપદ ગિરિરાજ ભરતે ભરાવ્યા ભાવથી, વીશે જીનરાજ. ૫ ગૌતમ આદિ મુનિ હુવા, તેણે ભેટયા ગિરિરાજ, હું પણ નિજ ગુરુ પાય નમી, ગુણસુ તિરથરાજ. ૬
For Private And Personal Use Only