________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨ સુંદર સ્વરૂપ સહિત રૂપ હોય. બીજે અતિશય લેહી અને માંસ ગાયના દૂધ જેવાં સફેદ સુગંધર્વત હોય. ત્રીજો અતિશય. આહાર અને નિહાર કોઈના દેખવામાં ન આવે. એથી અતિશય. શ્વાસોશ્વાસ કમળના સુંગધ જેવો હોય. આ ચાર અતિશય પ્રભુને જન્મથી હોય તેના નામ કહ્યા
દેવના કહેલા ગણીશ અતિશય નીચે મુજબ હોય છે.
પેલો અતિશય, સ્ફટિક મણિ રત્નમય ઉજજવળ સિંહાસન પાદપીઠ સહિત સહચારી હેય.
બીજે અતિશય. જિનજીના મસ્તક ઉપર ત્રણ ત્રણ છત્ર દરેક દિશાએ જણાયા કરે. અથવા દેખાય છે.
ત્રીજો અતિશય, હમેશા રત્નમય ઈદવજ (ધર્મધ્વજ) આગળ ચાલ્યા કરે.
ચોથે અતિશય. વગર વિષે ધોળાં ચામરની ચાર જોડી પ્રભુ ઉપર વિજાયા જ કરે.
પાંચમે અતિશય, હમેશ ધર્મચક્ર આકાશમાં ચાલતું જ સાથે રહે.
છો અતિશય, પ્રભુના શરીરથી બારગણું ઉચું (પ્રભુ પર છાંયડે કરતું) અશોકવૃક્ષ છત્ર દંડ પતાકાદિ સાથે જ રહ્યા કરે.
સાતમે અતિશય. ચારે મુખથી શોભાવત દેશના સર્વને સંભળાયા કરે એટલે કે દરેક જણ એમજ જાણી શકે કે પ્રભુ મારી સાથે જોઈને જ દેશના દે છે એવું જણાય.
આઠમે અતિશય. રતન સેના અને રૂપાના ત્રણ ગઢ રચાય. નવમે અતિશય. નવ કમળની ઉપર પ્રભુ ચાલતા જણાય.
દશમે અતિશય, વિહારભૂમિમાં કાંટા ઊંધા મહેવાળા થઈ જાય
For Private And Personal Use Only