________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
૩ ધાયા:ખા ભરત ખંડમાં સુકાળને વખતે ઘણા પાકેલા દરેક જાતના ધાને એક મેટા ઢગલે કરી તેમાં એક મુઠી સરસવના દાણું નાંખી તેને સેળભેળ કરે. પછી એક અતિ વૃદ્ધા ડોશી સુપડુ લઈ તે દરેક ધાન્ય જુદાં પાડી સરસવની મુઠી જુદી પાડવા ધારે તો તે બની શકે ? ન જ બને એ કાર્યની જેમ મનુષ્ય ભવ દુલભ છે.
૪ ધુત :એક રાજાનો કુમાર યુવાવસ્થા પામ્યો. ત્યારે તેણે વિચાર કર્યો કે “મારા પિતાને મારી નાંખીને હું હમણાં જ રાજ્ય ભગવતે થા.” આ તેને દુષ્ટ વિચાર રાજાના જાણવામાં આવતાં તેણે યુક્તિ કરવા માટે કુમારને બોલાવી કહ્યું કે આપણે કુળમાં એવી રીત છે કે જે કુમારને પિતા છતાં રાજ્ય ભોગવવાની ઈચ્છા થાય તેણે આ આપણી સભામાં એકસો ને આઠ આઠ હાંસવાળા એકસો ને આઠ થાંભલા છે, તેમાં એક સાથે ઉપરા ઉપરી એકસો આઠ દાવવડે એક થાંભલાની એક હાંસ જીતે, એ રીતે સક્ત એકસો ને આઠ દાવડે એક એક હાંસ જીતી અનુક્રમે એકસો ને આડે હાંસ જીતે ત્યારે એક સ્તંભ છતા, એ રીતે અનુક્રમે સર્વ થાંભલાની સર્વ હાંસો જીતવી જોઈએ. તેમાં વચ્ચે કોઈપણ દાવ ખાલી જાય તે જીતેલા બધા દાવ નિષ્ફળ થાય, પાછું ફરીથી પહેલા થાંભલાની પહેલી હાંસથી જીતવાનું શરૂ કરવું જોઈએ. આ રીતે એકસો ને આઠે થાંભલા જીતે છે તેને રાજ્ય સેપવામાં આવે છે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી કુમારે વિચાર કર્યો કે “આ ઘુતા જીતીને રાજયે લેવું તે સારું છે, તેમાં પિતાની હત્યા કરવાનું
For Private And Personal Use Only