________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
તેને પરણવાનું પણ કરેલું હતું. રાજાના સર્વ પ્રમાદી રાજકુમારામાંથી કઈ રાધાવેધ કરી શકે નહિ. રાજા પિતાના પ્રમાદી પુત્રે માટે ભારે શોક કરવા લાગ્યું. ત્યારે મંત્રીએ પોતાની પુત્રીના પુત્રની વાત નિશાની સહિત રાજાને કરી. અને તેને
ધાવેધ કરવાની આજ્ઞા આપે. એમ કહ્યું તે જાણ હર્ષિત થયેલા રાજાએ તેને આજ્ઞા આપી. ત્યારે તેણે અતિ નિપુણતાથી રાધાવેધ સા. એટલે તે રાજ કન્યા તેને પરણી તથા રાજાએ પિતા રાજય પણ તેને જ આપ્યું. અહિં તે સર્વ પ્રમાદી રાજકુમારને જેમ તે કન્યા તથા પિતાનું રાજય દુલભ થયું તેમ પ્રમાદી મનુન્યને ફરીથી મનુષ્ય ભવ પામ મહાન દુર્લભ છે.
૮ કૂર્મ ને સેવાલ:એક મોટા સરોવરમાં એટલી બધી ઘાટી સેવાલ જામી હતી કે તેમાં જરાપણ છિદ્ર નહિં હોવાથી કોઈપણ જળચર જીવ બહારના પદાર્થ જોઈ શકતા ન હતે. એકદા વાયુના જોરથી તે સેવાલમાં જરા છિદ્ર (ફાટી પડયું. તેમાંથી કોઈ એક કાચબાએ પિતાની ડેક બહાર કાઢી ઉચે જોયું તે તે શરદ ઋતુની પૂર્ણિમાને ચંદ્ર આકાશના મધ્ય ભાગમાં જે. તે વૃદ્ધ કાચબો અતિ આનંદ પામે અને પોતાના પરિવારને આ દેખાડવા માટે તેમને બોલાવી લાવ્યા. પરંતુ તેટલામાં તે છિદ્ર પાછું પુરાઈ ગયું. તેથી તે વૃદ્ધ કાચબો તે છિદ્રની શોધ માટે ચિરકાળ સુધી ચોતરફ ફર્યો. પછી ફરીથી તે છિદ્ર તેને હાથ લાગ્યું નહિ. તેજ રીતે વૃથા ગુમાવેલ મનુષ્ય ભવ ફરીથી હાથ લાગતો નથી.
૯ યુગ ( સરી):કઈ દેવ સ્વય ભૂરમણ સમુદ્રની પૂર્વ દિશામાં ઘૂસરી નાખે અને પશ્ચિમ દિશામાં તેની સાંબેલ (ખીલી) નાખે. તે
For Private And Personal Use Only