________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
તેજ પ્રમાણે તેને ભિક્ષા મળી. હવે મૂળદેવે તે પિતાનું સ્વપ્ન તેમને કહ્યું નહિ, પરંતુ ઉદ્યાનમાં જઈ તેના માળીનું કામ કરી તેની પાસેથી ઉત્તમ પુષ્પ તથા ફળો લઈ એક વિદ્વાન સ્વપ્ન પાઠક પાસે ગયો. તેની પાસે વિનયથી તે ફળ મુકી પિતાનું સ્વપ્ન નિવેદન કરી તેનું ફળ પુછયું. સ્વપ્ન પાઠકે કહ્યું કે તમને રાજય મળશે. તેથી તે મૂળદેવને તે જ નગરનું રાજય આઠમે દિવસે મળ્યું. અને તે અત્યંત સુખી થયે. તે વાત જાણું પેલા ભિખારીને પશ્ચાતાપ થયો અને મુળદેવની જેમ ફળ મેળવવા માટે ફરીથી તેજ સ્વપ્ન લાવવા માટે સતત સુઈ રહેવા લાગ્યા. પરંતુ ફરીથી કદાપી તે સ્વપ્ન પ્રાપ્ત થયું નહિ. તેજ પ્રમાણે વૃથા ગુમાવેલે મનુષ્ય ભવ ફરીથી પ્રાપ્ત થઈ શકતે નથી.
"૭ ચક્ર - રાધાવેધ :એક રાજાને બાવીશ પુત્ર ભિન્ન ભિન્ન રાણુઓથી ઉત્પન થયેલ હતા. તે ઉપરાંત તેણે મંત્રીને એક પુત્રીને પરણને રાણું કરી હતી. પણ તેણની સાથે ઋતુના એકજ દિવસના સમાગમ સિવાય બીજે કઈપણ વખતે તેની સામું પણ તેણે જોયું ન હતું. તે એક જ દિવસના સમાગમથી તેણુને ગર્ભ રહ્યો. હતિ. અને મંત્રીને (પિતાને ઘેર રહી તેણીએ પુર્ણ સમયે પુત્ર પ્રસવ્યા હતા. રાજાને તેણીને પરણ્યાનું પણ ભુલી ગયો હતો. સર્વ રાજપુત્રો એકજ આચાર્યની પાસે કળા શિખતા હતા. તેમની સાથે આ પુત્ર પણ કળા શિખતા હતા. તે સર્વ રાજપુત્રે પ્રમાદી દેવાથી કાઈપણ શિખ્યા નહિ. અને તે પુત્ર તે સર્વકળામાં નિપુણ થયા. તેવા સમયે આ રાજાના ઘણા કુમારોમાંથી કેાઈ પાત્ર માટે લાયક હશે એમ ધારી કોઈ રાજકન્યા પિતાના પિતાની આજ્ઞાથી સ્વયંવર વરવા ત્યાં આવી. તેણે રાધાવેધ સાથે
For Private And Personal Use Only