________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈના પ્રવેગ વિના ભેગા થઈ ઘૂસરીને છિદ્રમાં તે સાંબેલા એની મેળે પ્રવેશ કરે તે અત્યંત દુર્લભ છે ન જ બની શકે તેમ છે. તેમ વૃથા ગુમાવેલે મનુષ્ય ભવ ફરી મેળવ દુર્લભ છે.
૧૦ પરમાણું :કોઈ દેવ એક મોટા થાંભલાને ઝીણે ચુર કરી તેના પરમાણુ એ એક ભૂંગળીમાં નાખી મેરૂપર્વતના શિખર પર ઉભા રહી ચોતરફ ફરતે ફતે ભૂંગળીને ફેંકી તેમાંના પરમાણુઓને સર્વ દિશામાં ઉડાડી દે પછી જેમ તે પરમાણુંએ મળીને તેને જ થાંભલે બને તે મુશ્કેલ છે. તેમ વૃથા ગુમાવેલે મનુષ્ય ભવ મેળવો મહાન દુર્લભ છે.
ક્ષમાયાચના પ્રભુને હે ભગવાન હું બહુ ભૂલી ગયો મેં તમારા અમુલ્ય વચનને લક્ષમાં લીધા નહિ તમારા કહેલા અનુપમ તત્વને મેં વિચાર કર્યો નહિ, તમારા પ્રણીત કરેલા ઉત્તમ શિક્ષલને સેવવું નહિ, તમારા કહેલા દયા શાન્તિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા; નહિ હે ભગવાન હું ભૂલ્ય, આથડ, રઝળયો અને , અનત સંસારની વિટબુનામાં પડ છું, પાપ છું બહુ મોન્મત્ત અને કર્મથી કરીને મલિન છું હે પરમાત્મા તમારા કહેલા તત્વ વિના મારે મોક્ષ નથી હું નિરંતર પ્રપચમાં પડે છે, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક નથી અને હું મુઢ છું. નિરાશ્રીત છું અનાથ છું હે નિરાગી પરમાત્મા હવે હું તમારૂ તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણ ગ્રહુ છું મારા અપરાધ ક્ષય થઈ હું. તે સર્વ પાપથી મુકત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપને હું હવે પશ્ચાતાપ કરૂં છું,
For Private And Personal Use Only