________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહક
મુકીને મતિહીન એવા મુનિઓનું મન દીન કાગડાઓ જેમ ખાબોચીયામાં આનંદ પામે તેમ એકલ વિહારમાં આનંદ પામશે. વળી અનેક જે પ્રપંચી આચાર્યો થશે તેઓએ ભુલાવેલા ઘણા જડમતિવાળા ભવ્ય છ બીજા ધર્મને આદર કરશે પાટા
પંચમ સુપન વિચાર એહ, સુણીઓ રાજાએ છઠે સેવન કુંભ દીઠ, મેલ સુણી કેને. કે કે મુનિ દર્શન જ્ઞાન ચારિત્ર, પૂરણ દેહા; પાલે પચાચાર ચારુ, ઈડિ નિજ ગેહા. ૩૭
ભાવાર્થ-એ પ્રમાએ પાંચમા સ્વપ્નને અર્થ રાજાને સંભળાવ્યો હવે છઠે સ્વને સુવર્ણને ઘડે મલિન દેખ્યો તેનો અર્થ સાંભળ! કઈ કાઈ મુનિ પિતાના ઘર કુટુંબનેઃ ત્યાગ કરી દર્શન-જ્ઞાન-ને ચારિત્ર વડે પરિપૂર્ણ દેહવાળા થઈ મનહર પાંચ પ્રકારને આચાર પાળશે ૯ !
કે કપટી ચારિત્ર વેષ, લેઈ વિપ્રતા મેલે સેવન કુંભ જીમ, પિંડ પાપે ભારે. છઠ્ઠા સુપન વિચાર એહ, સાતમે ઇ દિવર; ઉકરડે ઉત્પતિ થઈ, તે શું કહો જિનવર. ૩૮
ભાવાર્થ; અને કેટલાક પટીઓ ચારિત્રને વેષ ધારણ કરી બીજાને ઠગશે અને જેમ સુવર્ણનો ઘડે મેલો દેખે તેમ પાપ વડે પિતાનું ઉદર ભરશે. એ છટડા સ્વપ્નનો અર્થ કહ્યો, હવે સાતમે સ્વપ્ન જે ઉકરડામાં કમળ ઉગેલું દેખ્યું તેને શું અર્થ ? તે હે જીનેશ્વર આપ પ્રકાશ કરે, ત્યારે શ્રી વીર જીનેશ્વર કહે છે કે ૧૦ છે
પુણ્યવંત પ્રાણિ હશે, પ્રાયે મધ્યમ જાત દાતા ભક્તા ઋદ્ધિવત, નિર્મળ અવદાત.
For Private And Personal Use Only