________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૩
શ્રી વીર નિર્વાણની અમાવાસ્યા માટે દીવાળીને રિવાજ થયો આ સર્વ લૌકિક સ્થિતિ છે પણ શ્રદ્ધાવત શ્રાવકોએ આ પર્વમાં જરા પણ આરંભ સંમારંભ ન કરે પરંતુ ચૌદશ અમાવાસ્યાને છઠ્ઠ કરી ને સોળ પ્રહર ને પૌષધ કર કેટ પુછપ સહિત શ્રતજ્ઞાનની અષ્ટ પ્રકારે પૂજા કરી વસ્ત્ર રૂપાનાણું સુવર્ણનાણું ચઢાવવું. બ્રહ્મચર્ય પાળવું અહિંસા પાળવી પળાવવી. સત્ય બોલવું તપ કરવું લાભ લાલચ ન રાખવા ધ્યાન ધરવું સદ્ભરુની સેવા કરવી સુપાત્રે દાન દેવુ આ અષ્ટ પ્રકારે તે દિવસ આરાધો. પચ્ચાસ હજાર સાધુ, સાધવના પરિવાર સહિત શ્રી ગૌતમસ્વામીને સંભારીને સેનાના કળશમાં સ્થાપવા, દીપ ધૂપ, સાથીઓ આદિ કરવા એમ કરવાથી પચાસ હજાર મુનિને પુજવા નું દ્રવ્ય ફળ મળે, અને સર્વ સાવદ્ય ત્યાગ કરે તે ભાવપૂજાનું ફળ-મેક્ષનું ફળ, મળે, જેવી રીતે વૃક્ષમાં કલ્પવૃક્ષ દેવોમાં ઈન્દ્ર, રાજાઓમાં ચક્રવર્તિ જ્યોતિષીમાં સુય ધાતુઓમાં સુવર્ણ ઘોડાઓમાં સતમુખ ઘેડે ઉત્તમ છે. તેવી રીતે અન્ય સર્વે વર્ષોમાં દીવાળી પર્વ મહાન લાભ કારી છે શાસન નાયક શ્રી વીરપ્રભુને મેક્ષા કલ્યાણક મહા પ્રભાવીક છે વળી શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પામ્યા ને દિવસે ઘણા રાજાઓએ દીપોત્સવ ઉજવ્યે તેથી દિવાળી પર્વ શરુ થયું છે. આ દિવાળી પર્વનું માહામ્ય જાણુને સંપ્રતિ રાજા તથા અન્ય લેકે તે પર્વની આરાધના કરવા લાગ્યા મિથ્યાત્વી લેકે પોતાના મત પ્રમાણે તે દિવસનું કલ્પત મહાસ્ય જોડીને દીવાળી પર્વ મનાવવા લાગ્યાં એટલે આ પર્વ મિથ્યાત્વીઓને કર્મ બંધના કારણરૂપ અને સમ્યગ દૃષ્ટિ જીવોને કર્મ નિર્જરાના કારણરૂપ થયું તે ઉપરાંત તે દિવસે અક્ષતને સાથીઓ કરી પવિત્ર મનથી શ્રી ગૌસ્વામીનો મંત્ર જપે તે તેને લક્ષ્મીને લાભ થાય પણ તે મંત્ર કે પણ જાતની આશા રાખીને જપ ન જોઈએ તે મંત્ર આ પ્રમાણે છે. ૨૮
For Private And Personal Use Only