________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
કુમેઘદૃષ્ટિ થઈ, પણ રાજાએ શહેરમાં જળસંચય કરવાને પડહ વગડાવ્યા હતા તે પ્રમાણે પ્રજાજને અને રાજા તથા પ્રધાન સા સંગ્રહ કરેલું પાણી પીએ. રાજા અને પ્રધાનને ત્યાં પાણીને પુષ્કળ જથ્થો સંગ્રહ કરેલ હતું પણ પ્રજાએ સંગ્રહેલું પાણી ખૂટી પડયું અને તેથી પ્રજા નવું વરસેલું પાણી પીવા લાગી, તેથી સર્વ પ્રજાજને ગાંડા બની ગયાં પરંતુ રાજા અને પ્રધાન સંગ્રહેલું પાણી પીતા હેવાથી સમજવાળા રહ્યા હતા.
એક દિવસ રાજસભા ભરાઈ હતી. તેમાં રાજા અને પ્રધાન સિવાય સર્વ સામન્ત અને અન્ય લોકે ઘેલા થઈ ગયા હોવાથી સભામાં ગાંડપણ કરતા હતા. રાજા ને પ્રધાન જરા પણ ગાંડપણ બતાવે નહીં, તેથી સર્વે સામો એ જાણ્યું કે આ રાજા અને પ્રધાન ગાંડા થઈ ગયા છે માટે તેઓને ઉઠાડી મૂકીએ અને બીજા આપણા જેવા ડાયા પુરુષને રાજા અને પ્રધાન બનાવીએ. આ વાત પ્રધાને સાંભળી અને રાજાને કરી ત્યારે રાજાએ કહ્યું કે- લેકેને અહીંથી કાઢી મૂકે. પ્રધાન બુદ્ધિશાળી હતા તેથી તેણે રાજાને સમજાવ્યું કે હે રાજન સ લ કેને કાઢી મૂકી શકાય નહીં ઘણા માણસનું જોર ચાલે એટલે આપણે જે કાઢી મૂકવાની વાત કરશું તે આપણને જ કાઢી મૂકશે, માટે આપણે પણ તેઓની જેવાજ ગાંડા થઈને તેઓની સાથે રહીએ. નહી તે આપણે જવું પડશે. પછી રાજા અને પ્રધાન પણ સર્વ સામન્તો અને પ્રજાજનોની સાથે નાચતા ગાન કરતા ફરવા લાગ્યા. તેથી સામાન્તાદિક લોકેએ જાણ્યું કે હવે રાજા પ્રધાન બને આપણું જેવા ડાહ્યા થઈ ગયા છે. આ રીતે વખત પસાર થતા શેડા સમય બાદ સારી મેઘવૃષ્ટિ થઈ જેથી તેનું જળપાન કરવાથી કે ફરી સમજણવાળા અને સ્વસ્થ થયાં.
મેધવૃષ્ટિાપ પાંચમો આર જાણો, નિમિત્તયારૂપ કેવી
For Private And Personal Use Only