________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
જેવું ચાલશે પાંચમાં આરાને અંતે છેલ્લા શ્રી દુપસહસુરી થશે તેમનું બે હાથનું શરીર હશે તેઓ શુદ્ધ સમ્યક્ત્વી થશે જ્યારે તે બાર વર્ષના થશે ત્યારે દીક્ષા લેશે આઠ વર્ષ સુધી દિક્ષા સારી રીતે પાળશે દશવૈકાલિક અનુયોગ દ્વારા કલ્પસૂત્ર ઓધનિયુકિત એટલા આગમોના જાણનારા થશે છઠને તપ કરતાં આઠ વર્ષ સુધી ચારીત્ર પાળીને અઠ્ઠમ તપ કરી અનશન કરશે અને સૈધમ દેવલેકમાં એક પલ્યોપમના આયુષ્યવાળા એકઅવતારી દેવ તરીકે ઉત્પન્ન થશે તે જ વખતે ફલ્ગ શ્રી નામની સાથ્વી ના મીલ નામને શ્રાવક અને સત્ય શ્રી નામની શ્રાવકા એ ચતુવિધ સંઘ દિવસના બે પહોર પહેલાં અનશન કરીને દેવલોકમાં જશે ત્યાર બાદ બે પહોર પછી સુમુખ નામને પ્રધાન અને વિમલવાહન નામનો રાજા મૃત્યુ પામશે અને એ રીતે ધમનીતી અને રાજ્ય નિીતી સ્વભાવે વિચ્છેદ પામશે આ રીતે વીશ હજાર નવસો વર્ષ ત્રણ માસ પાંચ દિવસ પાંચ પ્રહર એક ઘડી અને બે પળ ઉપર અડતાલીશ અક્ષરો ઉચ્ચારીએ એટલે સમય શ્રી જિન ધમ પ્રવર્તશે ત્યાર પછી પ્રલયકાળને વાયરો ફુકાશે રાત્રે ચંદ્ર બાર ગણે શીતળ થશે દિવસે સુર્યને તાપ બારગણે આકરે થશે તેથી ઘણા લેકે નાશ પામશે પછી સાત સાત દિવસ સુધી અંગારા જેવી પૃથ્વિ થઈ જશે ભસ્મની વર્ષા મુમરની વર્ષા ક્ષારની વર્ષા વિષની વર્ષા અગ્નિની વર્ષો વીજળીની વર્ષા થશે દરેક વર્ષે સાત સાત દિવસ સુધી રહેશે તથા કાસ શ્વાસ કે વિગેરે રોગોથી કેને નાશ થશે પર્વત નદી ખાડા તળાવ વિગેરે સરખાં જ થઈ જશે વૈતાઢય પર્વતના મૂળમાં ગંગા સિંધુ નદીને કાંઠે બહેતર બિલ છે તેમાં છ ખંડના ભરતક્ષેત્રના સર્વે મનુષ્યો તથા તિર્યચે આવીને રહેશેરથના જેટલી પહેલી ગંગા તથા વિંધુ નદી વહેશે તેમાં પાણી પણ ઘણું થોડું રહેશે તેમાં માછલાં કાચબા વિગેરે છ ઘણું હશે અને પાણું ઘણું ઘેટું
For Private And Personal Use Only