________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૭
પોક્ત આઠ સ્વપ્નનું ફળ સાંભળીને શ્રી ગૌતમસ્વામી આશ્ચર્ય પામીને પિતે તેને પરમાર્થ જાણતાં છતાં સભાજનોને જણાવવા માટે પ્રભુને પૂછવા લાગ્યા કે હે ભગવાન? આપના નિર્વાણ પછી આ સંસારમાં શું થશે ? ત્યારે ભગવાન બેલ્યા કે હે ગાયમા મારા નિર્વાણ પછી નેવ્યાસી પક્ષ પુરા થયા બાદ પાંચમે આરે શરૂ થશે તેમાં યમદંડ સરખા રાજાઓ થશે અને મારા નિર્વાણ પછી હે ગૌતમ! બાર વર્ષે તું મુક્તિ પામીશ મારી માટે અનુક્રમે ૨૦૦૪ આચાર્યો થશે. તેમાં પ્રથમ સુધર્મા ગણધર થશે તે મારા નિર્વાણ બાદ વીશ વર્ષે મેક્ષમાં જશે. સુધર્મા પછી તેની પાટે જંબૂ નામના આચાર્ય થશે. તે મારા નિર્વાણ પછી ચેસઠ વર્ષે મોક્ષમાં જશે ત્યાર પછી ભરતક્ષેત્રમાં (૧) આહાર, શરીર, (૨) મનઃ પર્યવજ્ઞાન, (૩) પુલાક લબ્ધિ, (૪) પરમાવધિ, (૫) ક્ષપકણિ, (૭) કેવળજ્ઞાન, (૮) યથાખ્યાત ચારિત્ર, (૯) ક્ષમાર્ગ અને દશમે જિનક૫, એ દશ વસ્તુઓ વિચ્છેદ થશે.
જબૂ આચાર્ય થયા પછી તેની પાટે પ્રભવસુરિ થશે. પછી શષ્પભવસુરિ થશે, તે દ્વાદશાંગધારી દશ વૈકાલિક થશે. તેની પાટે ચૌદ પૂર્વી શ્રી યશોભદ્રસુરિ થશે તેને સંભૂતિવિજય અને ભદ્રબાહુ નામના બે શિષ્ય થશે. ઘણા ગ્રંથોના રચનાર અને નિયુકિતના કરનાર એવા ભદ્રબાહુ મારા નિર્વાણ પછી એકસો સીતેર વર્ષે દેવલોકમાં જશે. તેના શિષ્ય સ્થભિક થશે. તેના વખતમાં બાર દુષ્કાળ પડશે એ આચાર્ય દશ પૂર્વ અથ સહિત ભણશે અને ચાર પૂર્વ અર્થ વિના ભણશેઃ તે મારા નિર્વાણ પછી બસોને દર વર્ષે દેવલોકમાં જશે. ત્યાર પછી ભરતક્ષેત્રમાં પહેલું સંઘયણ, પ્રથમ સંસ્થાન તથા સુક્ષ્મ મહાપ્રાણાયામ ધ્યાન વિચ્છેદ જશે પછી અનુક્રમે પાંચસોનેરાશ વર્ષ પછી વજ સ્વામી
For Private And Personal Use Only