________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩
ત્યાં સિદ્ધાર્થ નામને રાજા રાજ્ય કરતા હતા તેને ત્રિશલાદેવી નામની પટરાણ હતી પ્રણિત દેવલોકના પુષ્પોત્તર વિમાનમાંથી અવીને ભગવંત મહાવીરને જીવ તેમની ફૂલીમાં ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં અવતર્યો ત્રિશલા રાણીએ ચૌદ સ્વપ્નો જોયા ચિત્ર શુદિ તેરસના દિવસે પુત્રને જન્મ થયે ગર્ભમાં આવ્યા બાદ રાજા રાણીના નિધાનના ભંડાર ખુબજ ભરાવા લાગ્યા અને સર્વ પ્રકારના ધન ધાન્યની પણ વૃદ્ધિ થઈ તેથી સિદ્ધાર્થ રાજાએ પુત્રનું નામ વર્ધમાન રાખ્યું. તેઓ પરિસોથી તથા દેના અનેક પ્રકારના ઉપસર્ગોથી જરાપણ ભય ન પામ્યા તેથી દેવતાઓએ તેમનું નામ મહાવીર રાખ્યું. શ્રી વર્ધમાન સ્વામી, કિશોરાવસ્થા પૂર્ણ કરી યૌવનવસ્થા પામ્યા ત્યારે તેમના માતા પિતાએ યશોદા નામની ખુબ સ્વરૂપવાન કન્યા સાથે લગ્ન કર્યું તેમના કાકાનું નામ સુપાર્વ હતું મેટાભાઈનું નામ નંદીવર્ધન અને બહેનનું નામ સુદશના હતું તેમને એક પુત્રી થઈ હતી તેનું નામ પ્રિયદર્શના હતું તે પણ ખુબજ રૂપવતી અને શીલવતી હતી વર્ધમાન સ્વામી પરિવાર સહિત આ સંસારમાં જીવન નિગમના કરવા લાગ્યા જ્યારે તેઓ અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતા દેવલોક પામ્યાં ગંભવસ્થામાં પ્રભુએ જે અભિગ્રહ રાખ્યો હતો કે માતા પિતા જીવતા હોય ત્યાં સુધી દીક્ષા ન લેવી તે હવે પૂર્ણ થયા અને દીક્ષા લેવા તત્પર થયા પણ મોટાભાઈ નાદિવર્ધનના અતિ આગ્રહથી વળી બે વર્ષ સુધી ગ્રહવાસમાં રહ્યા બાદ લોકાંતિક દેવની વિનતિથી તેઓએ સાંવત્સરિક દાન દીધું અને છઠ્ઠને તપ કરીને મહત્સવ પૂર્વક માગશર વદી દશમના દિવસે પાછલા પહેરે દીક્ષા અંગીકાર કરી તેમને મન પડાાન ઉત્પન્ન થયુ” બીજા દીવસે કેલ્લોગ સવિશ નામના ગામમાં ૪ - ફીરનું ભોજન કરીને પારણું કર્યું દીક્ષા
For Private And Personal Use Only