________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
તિહાં ઢંઢા બેલી કે એકલી હેલિકાને જ માહે જવાદો. ત્યારે બીજા લેક બાહેર રહ્યાં, અને હેલિકા માંહે જઈ છુપી રહેલા કામપાલની સાથે વિષય સુખ ભોગવવા લાગી એટલામાં તે કોઈએક પુરુષે દીઠી, ત્યારે હેલિકાયે જાણ્યું. જે હવે મારી લાજ આબરૂ જાશે, તેથી કામપાલને કહ્યું કે તું મુજને ધકકે મારીને ચાલ્યા જાજે. તે સાંભળી કામપાલ પણ દીવાના જેવો થઈને ઘણું લેકો દેખતાં હોલિકાને ધકકો મારી આલિંગન દઈ આ સ્ત્રી મહારી છે, એમ કહેતે તિહાંથી નાશી ગયા. ત્યારે હેલિકા કપટથી સતીને ડેળ કરવા સારૂ કામપાલના વાસામાં હાથની થપાટ મારી પ્રહાર દેઈ બુમ પાડી માટે સાદે પોકાર કરવા લાગી, જે અહે લેકો! મુજને કુકમા પર પુરુષને સ્પર્શ છે, તેનું મહેસું પાપ લાગ્યું! તેની શુદ્ધિ કરવી પડશે! એમ અત્યંત હઠને વિષે તત્પર તથા અત્યંત ગુપ્ત છે. કપટ જેનું એવી તે હેળી, જે પણ અસતી છે. તે પણ બાહિરથી સતી થવા માટે પટથી મરવાને તૈયાર થઈ, કહેવા લાગી કે, અરે મહારે શીલભંગ થયો? તે હવે હું અગ્નિમાં બળી મરે. - હવે હું મહાર ઘરે જઈશ નહી. કારણ કે સ્ત્રીને તે શોભા માત્ર એક શીલની છે. તેને તે મહારે આ બાલ્યા અવસ્થા માંહેજ ભંગ થયો તે હવે મહારે જીવીને શું કરવું છે.? હવે મહારે જીવવું અયોગ્ય છે. એવી વાત સાંભળી તે હેલિકાના માતા પિતા તિહાં આવી પુત્રીને સમજાવવા લાગ્યાં. બીજા પણ ઘણાં લેક એકઠા થયાં, અને કહેવા લાગ્યાં. કે હે બાઈ ! મેળામાં તે ઘણુ પુરુષ તથા રસીયોને માહે માહે ધકકા લાગે છે, માટે એ દિવાના પુરૂસના ધકકાથી શું તહારો શીલભંગ થયો? એથી કાંઈ તહાર શીલભંગ થયો નથી. તું તે મહાસતી છે, તે સર્વ લોક જાણે છે. એમ સમજાવીને માતા પિતા તેને પોતાના ૨૦
For Private And Personal Use Only