________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
મને ગણે, માટે એની બુદ્ધિને વિકાસ ઘણો જ છે. અરે ! એની વચનચાતુરી સારી છે! વળી એનું રૂપ પણ અદ્દભુત છે, માટે જે પરણવી, તે મારે એને જ પરવી.
बालादपिहित ग्राह्य-ममेध्यादपि कांचनम् ॥ नींचादप्युत्तमा विद्या, स्त्रीरत्नम् दुष्कुलादपि ॥१॥
અર્થ:બાલકથકી પણ હિતની વાત ગ્રહણ કરવી, વિષ્ટામાંથી પણ સોનું ગ્રહણ કરવું, નીચ પાસેથી પણ વળી વિદ્યા ગ્રહણ કરવી, નીચ કુળથી પણ સ્ત્રીરત્ન ગ્રહણ કરવું, માટે સારી બુદ્ધિ આપે તે જ પડિત, તે હવે એ કન્યા બુદ્ધિવંત છે. માટે મારે તેનેજ પરણવી. એવો વિચાર કરી પ્રધાનના મુખથી ચિતારાને જણાવ્યું. ચિતારાએ હા કહી પણ સાથે સાથે એવું કહ્યું કે–રાજાને દાય આપવા માટે મારી પાસે કઈ પણ ધન નથી, તેથી લાચાર છું. એટલે રાજા સર્વ ખર્ચ માથે લઈ મહોત્સવ કરી કન્યા પરણે. તેને રહેવા માટે જુદો આવાસ આપ્યો. તેમાં તે સૂખ પૂર્વક અહંકાર રહિત મનમાં પિતાની હલકી જાતીની નિંદા કરતી વસવા લાગી,
એકદા રાજાને વારે તેને ઘેર જવાને આવ્યા ત્યારે સંપૂર્ણ શય્યાની તૈયારી કરી રાખી. રાજા પણ સંસ્થાના સર્વ કાર્ય કરીને તેણે ઘેર ગયે. હેલીએ બેઠે. ચિતારીએ વિચામુ કે રાજાની પાંચ રાણીઓ છે. તેમાં મારે વારે ફરીને પાછે દેઢ વર્ષે આવશે, માટે એ ઉપાય કરું કે જેથી રાજા નિત્ય મારે જ ઘેર આવે. એમ વિચારી દાસીને કહ્યું કે-જ્યારે રાજાને નિદ્રા આવે ત્યારે તું મને કહેજે કે બાઈ સાહેબ? કાંઈક સ્થા ક, આ પ્રમાણે દાસીને શિખવીને તે રાજાની સાથે વાર્તાલાપ કરવા લાગી. તેવામાં ઉચિત સમય જોઈ દાસી બોલી કે– સ્વમિની? રાત્રી મેટી છે, હજૂર જાગે છે. તે માટે મનને વિદારી
For Private And Personal Use Only