________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
વર્ષાઋતુ વિત્યાબાદ શરદઋતુ શરૂ થતાં આકાશ તરન નિર્મળ થયું. અને બન્ને રાજાઓ પણ પોતપોતાના સૈન્યની નછતા જે કલુશિતપણું છોડી નિર્મળ થયા.
સુવશું તાપસને આશ્રમ, વિડ મહારાજા સ્વસ્થ ચિત્તે આરામ લેવા એક સમયે સુંદર સ્થળે બેઠા છે, ત્યાં વિમલબુદ્ધિ નામના મંત્રીશ્વરે આવી પ્રણામપૂર્વક સવિનય વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિન ! આ શ્રી વિલાસ નામના વનની નજીક કેટલાએક તાપસે પાપની શાતિને માટે તીવ્ર તપસ્યા તપે છે, તેઓ જીણું વક્ત વસ્ત્ર પહેરે છે અને કંદ, મૂળ, ફળ, ફુલ, આદિ ખાઈ પિતાને નિર્વાહ કરે છે, જે મહારાજાની આજ્ઞા (ઈ) હેય તે આપણે તેઓને નમસ્કાર કરવા જઈએ. મંત્રીશ્વરના વચનને સાર્થક કરવા દ્રાવિડ મહારાજા પિતાને સર્વ સૈન્યને સાથે લઈ તાપસના આશ્રમે આવ્યા. દ્રષ્ટિપાત કરતાં એક મુખ્ય તાપસ તેમના જોવામાં આવ્યા, જેમણે વર્ષના વસ્ત્ર પહેર્યા હતાં, પર્યકાસને બેસી, જપમાળા ફેરવતા ધ્યાનમાં લીન થએલું તેઓશ્રીનું મન જણાતું હતું. તેઓશ્રીના સર્વાગપર ગંગાની મૃતિકાનું વિલેપન કરેલું હતું. જપમંડળે મંડીત થઈ નેત્રરૂપ ભ્રમરને શ્રી યુગાદિદેવ આદિનાથ પ્રભુના ચરણ કમલમાં તેઓશ્રીએ જોડી દીધાં હતાં, ભક્તિમાન તપસ્વીઓ તથા બીજા ધર્માથી લેકે તેઓશ્રીની ઉપાસના કરી રહ્યા હતા. આ ધ્યાનસ્થ શાન્ત મૂર્તિ જોઈ, દ્રવિડ મહારાજાના મનમાં સ્વાભાવિક ભકિત તરંગ ઉછળ્યો. અન્ય તાપસેના મુખથી આ મહાત્માનું નામ જાણું નામ ગ્રહણું પૂર્વક ભકિતભાવથી દ્રાવિડ મહારાજાએ તેઓશ્રીને નમસ્કાર કર્યા.
પ્રિય પાઠકે ! આ મહાત્માનું નામ જાણવાની તીવ્ર ઈચ્છા
For Private And Personal Use Only