________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
શત્રુંજય-પુંડરીકગિરિ જવા નીકળ્યા છીએ. તાપસએ શત્રુજય પુંડરીક–ગિરિ સંબધી વૃત્તાન્ત પુછે. ત્યારે તેઓના ઉદ્ધારને માટે વિદ્યાધર મુનિએ નીચે પ્રમાણે વૃત્તાન્ત કહ્યો.
અનંત સુકૃતનો આધાર શ્રી શત્રુંજય ગિરિવર સૌરાષ્ટ્ર દેશમાં શાશ્વતપણે વિજય પામે છે એ ગરિરાજની ઉપર તે તીર્થના યોગથી અહંત અને મુનિ વગેરે અનંત છ સિદ્ધિ પદના પામેલા છે. અને ભાવી સમયમાં અનંત છ સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. એ ગિરિ સિદ્ધિ-લમીને અદભૂત ક્રીડા શૈલ છે, તેથી ત્યાં આવેલા પ્રાણિઓને તે (સિદ્ધિ-લક્ષ્મી) ક્ષણવારમાં સુખેથી સ્વાસ્થાનમાં લઈ જાય છે. ત્યાં મુકિત પતિ એવા શાશ્વત યુગાદિ પ્રભુ રહેલા છે. તેથી ત્યાં આવેલા પુરુષો મુક્તિ સુખના સ્વાદને અનુભવે છે. એ ગિરિરૂપ કિલ્લામાં રહેલા પુરૂષને અનન્તભાવથી સાથે રહેનારા કુકર્મરૂપ ક્રૂર શત્રુઓ પણ પરાભવ કરી શક્તા નથી. જેમ સુર્યના સંગથી અંધકારનો અને સજજનના સંગથી દુર્ગુણને નાશ થાય છે તેમ તે તીર્થના સગથી ક્ષણવારમાં હત્યાદિક પાપને પણ નાશ થાય છે. શત્રુંજય ગિરિની યાત્રા માટે દશ કટિ તાપસેનું વિધાધર મુનિ સાથે ગમન.
અને જીન તિક્ષા. પાઠક! આ પ્રમાણે શ્રી શત્રુંજય ગિરિરાજનું આવું માહાસ્ય વૃત્તાંત સાંભળી સવ તાપસ ભક્તિ પૂર્વક તે મુનિની સાથે શ્રી શત્રુંજય ગિરિરાજના દર્શન માટે જવા નીકળ્યા. જીવની જતના પુર્વક ચાલતા અને પંથમાં ગ્ય આહાર કરતાં તેઓ દૂર ગયા, ત્યાં એક સુંદર સરોવર તેમના જેવામાં આવ્યું આ સરોવરની ચારે તરફ પાળ ઉપર વૃક્ષની ઘટા સઘન જામેલી
For Private And Personal Use Only