________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
વારિખિલ્ય બેધ્યા, જ્યારે આપ આ રાજય વૈભવને અસાર સમજી આત્મહિતનું અવલંબન કરવા દિક્ષા ગ્રહણ કરનાર છે, ત્યારે આ આપને અનુચર પણ આપની સાથે વ્રત ગ્રહણ કરવા તત્પર છે. સુરત પિતપોતાની રાજગાદિ ઉપર પિતાના પુત્રોને બેસાડી, યોગ્ય મંત્રીને રાજ્યકારભાર ભળાવી દશ ટી મનુષ્યની સાથે બને બંધુએ સુવશું તાપસ પાસે આવી પ્રાર્થનાપૂર્વક તાપસી દિક્ષા અંગીકાર કરી, માથે જટા ધારતા, ફળને ખાતા, ગગાની કૃતિકાથી સર્વ અંગને લિપતા, સર્વ પર હિતબુદ્ધિ રાખતા, પ્રતિદિન ધ્યાનમાં તત્પર રહેતા, મૃગના બચ્ચાની સાથે વસતા, જપ માળાથી શ્રી યુગાદિ પ્રભુનું નામ નિરંતર જપતા, પરસ્પર સ્વેચ્છા પુર્વ ધર્મકથા કરતા, દેવથી વર્જિત સરલતાને ધારણ કરતા તેઓએ તાપસપણામાં લાખો વર્ષ નિર્ગમન કર્યા.
આકાશ માર્ગે થી બે વિદ્યાધર મુનિનું વિલાસ વનમાં આગમન અને શંત્રુજય ગિરિરાજને
કહેલે મહિમા એકદિવસ નિમિરાજર્ષિના પ્રતિ શિષ્ય બે વિદ્યાધર મુનિ તેજના કિરણથી આકાશને પ્રકાશિત કરતા તાપસ વનમાં ઉતર્યા, જાણે મુર્તિમાન ધર્મ અને શક્તિમાન રસજ ય નહિ? એવા તે બને મુનિને જોઈ સર્વે મુમુલ તાપસોએ તેમની સસુખ આવી ભકિતથી નમસ્કાર કર્યો, 'સ્વાગતમાં પુછયું કે તમે ક્યાંથી આવે છે અને ક્યાં જવાનું છે? તમારું આગમન અમને પવિત્ર કરવાને જ આ સ્થળે થયું હોય એમ અમે સમજીએ છીએ તેમને ધમ લાભ રૂપ આશિર્વાદ આપી વિદ્યાધરમુનિ બેલ્યા; અમે શ્રીજિનેશ્વર પ્રભુની સેવા માટે
For Private And Personal Use Only