________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
પિતામહ અને કાકાના જેવું કાર્ય કરે. ત્યારે તેમનું ઉદાહરણ આપજે. અર સમયે શાંત થાઓ.
મહાત્મા શ્રી સુવણુ તાપસનાં વચનામૃત સાંભળી દ્રાવિડ રાજા જરા લજજીત થયા. ક્ષણવારે નવીન ધર્મરાગથી મસ્તક નમાવી બો૯યા હે તાપસપતિ! અજ્ઞાનને લીધે જેમ પામર પ્રાણી કાચ અને ચિંતામણીને એકજ સ્થાનમાં જોડે તેમ કરી, મેં તેઓનું વૃથા ઉદાહરણ આપ્યું છે. હે તાપસપતિ! હવે મારે આ લેક અને પરલોકમાં ધર્મ અને સુખને કરનારું શું કાર્ય કરવું? તે સંબધિ શિક્ષા આપે. મહા રાજા દ્રાવિડને ધર્મતત્પર અને દયાદ્રહૃદયી જાણ તાપસપતિ આનંદ પૂર્વક મધુરવચને બેટયા હે રાજન! પાપકર્મને શરણરૂપ આ રણકાર્યથી વિરામ પામે ! આ બંધુ અને વૈરી તરફ થએલા વૈરભાવને દુર કરી જ્યાં સુધી હમેશાં પાછળ લાગેલું મરણ આવે નહિ ત્યાં સુધી સર્વ સંપત્તિ અને અખંડિત રાજય રહેલું છે. પ્રાણુ ક્ષણભંગુર છે, શરીર રોગનું ગૃહ છે. અને સંજયાના વાદળાં સમાન આ ચપળ રાજય અને રાજય લક્ષ્મી છે, માટે આત્મહિતનો વિચાર કરે. આ રાજવૈભવ પુત્રને સોંપી નિવૃતિ દશામાં પ્રવર્તે ! આ અસાર અને અનિય દેહથી જે શાશ્વત ધમ પ્રાપ્ત કરાય તે બુદ્ધિમાન પુરૂષોએ શું મેળવ્યું ન ગણાય?
For Private And Personal Use Only