________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
યુદ્ધમાં ઉપયોગી સાજ એકઠો કરી ગવ પૂર્વક ષ્ઠ બંધુ દ્રાવિડ ઉપર ચઢાઈ લઈ જવાની તૈયારી કરી. આ સમાચાર મહારાજા દ્રવિટને સુરતમાંજ ગુપ્તચર દ્વારા આવી પહોંચ્યા. સત્વરતાથી આકાશનું પરિસ્ફોટન કરનાર ભંભા વગડાવી, ગજ, અશ્વ, પાયદલ, લશ્કર એકઠું કરી મહા પરાક્રમી સેનાધિપતિએ સહિત જયેષ્ઠ બંધુ દ્રાવિડ હેટું સૈન્ય લઈ લઘુ ભ્રાતા વારિખિલ્ય ઉપર ચઢી આવ્યા.
પિતાના દેશની સીમા ઉપર જ્યેષ્ઠ બધુ દ્રાવિડને ચઢી આવેલ જાણું વારિખિલ્ય તૈયાર કરેલા સન્યની સાથે લઈ યુદ્ધ કરવા સામે આવ્યું. યુદ્ધ કરવા માટે પોતપોતાના નિયત સ્થાનથી બને સૈન્યની વચ્ચે પાંચ યોજનનું આંતર રાખી બને સૈન્યના વીર યોદ્ધાઓએ યુદ્ધની ઈચ્છા પુરી પાડવા સામે પડાવ કર્યો. તે સમયે પ્રધાન પુરૂષોએ પોત પોતાના રાજાને પુષ્પા સિવાય સંધી કરવા સારે દૂત મોકલ્યા. પરંતુ સામ, દામ અને ભેદ વાકયથી જરા પણ સંતુષ્ટ ન થતાં યુદ્ધ કરવાનું જ અગીકાર કરી યુદ્ધ કરવા માટે નિયત કરેલા દિવસની રાહ જોતા રણ સંગ્રામમાં પુરવા પરાક્રમી યોદ્ધાઓ ઉત્સુક થઈ રહ્યા
લઘુ ભ્રાતા વારિખિલ્ય નરેશ ઠબંધુ દ્રાવિડરાજાને કેટલાએક સૈનિકને પુષ્કળ દ્રવ્ય આપી, ખુચવીને પિતાને સ્વાધિન કરી લીધા “વ સંર્ષ શાખાનથતિ એ સુત્ર આ
સ્થળે ચરિતાર્થ થયું. અને સૈન્યમાં દશકેટી પાયલ, દશલાખ રથ, દશલાખ હાથી અને પચાસ લાખ ઘોડા ઉપરાંત કેટલાએક મુકુટબંધ શરવીર રાજાઓ સામેલ હતા. તે બને સૈન્યની સમાનતા ત્રૌલેશ્યને ભય ઉપજાવે તેવી હતી. અનુક્રમે યુદ્ધને દિવસ પ્રાપ્ત થતાંજ રણ વાજીને પ્રચંડ
*
*
.
For Private And Personal Use Only