________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
થાય તે સ્વાભાવિક છે. પણ જરા ધીરજ રાખે. આ મહાત્મા એ જ છે કે જેના ઉપદેશથી દ્રાવિડ અને વારિખિલ્ય મહારાજા રાજપાટ ત્યજી આત્માનું કલ્યાણ કરનાર છે. તેઓશ્રી આ શ્રી વિલાસ વનમાં સુવશું તાપસના નામથી ઓળખતા હતા.
સુવશું તાપસને ઉપદેરા, મહારાજા દ્રવિડે પ્રસન્ન ચિત્તથી કરેલા પ્રણામની મહત્વતાને લઈને ધ્યાનથી વિમુક્ત થઈ સુવશું તાપસે બને હાથ ઉચા કરી વિકસ્વર મુખથી આશીર્વાદ આપે હે રાજન ! તમારું કલ્યાણ થાઓ.
આશીર્વાદ અંગીકાર કરી નમ્ર દ્રવિડ મહારાજએ તેઓબનાં વચન સાંભળવાની સ્પૃહા રાખી પરિવાર સહિત સન્મુખમાં આસન લીધું. જેણે શ્રી યુગાદિ પ્રભુની પવિત્ર વાણી સાંભળી છે. એવા સુવલ્લુ તાપસ મધુર વચનથી બેલ્યા. હે રાજન ! આ સંસાર, સમુદ્રના મોજા જે ચપળ છે. તેમાં વિષય રૂપ જળની ભમરીમાં લીન થઈ પામર પ્રાણીઓ ડૂબી જાય છે. હે રાજન ! દુઃખના સમુહને આપનારા વિષયો સમાગે ચાલતાં પ્રાણીઓને પણ પિશાચની જેમ છળે છે. કષાયરૂપ શત્રુઓ પૂર્વે સંચય કરેલા પુણ્યરૂપ પુષ્કળ ધનને જોત જોતામાં વેગથી હરી લે છે. તેમાં ક્રોધરૂપી મહાયોદ્ધો કેઈથી હઠે તે નથી. જે ક્રોધરૂપ અગ્નિ શરીરરૂપ ઘરમાં સળગી ઉર્યો હોય, તે તે જીવના પુણ્યરૂપ સર્વસ્વને બાળી નાખે છે. તેથી સર્વ કષાયમાં તેને મુખ્ય કહ્યો છે. જે પ્રમાદથી પણ છવની હિંસા થાય તે તેથી કુનીમાં અવતરવું પડે છે, તે ક્રોધથી જે પ્રાણીની હિંસા કરવી તે તો નરકનું કારણ છે. જે પુરૂષે રાજયાદિનાં સુખને માટે અશ્વ, ગજ અને મનુષ્યોને હણે છે તે અજવાળું કરવાની
For Private And Personal Use Only