________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
કહ્યું છે કે જે મનુષ્ય દેરાસરમાં ભગવતની પૂજા કરીને ઘટ વગાડશે તેને તું તારી પુત્રી પરણાવજે. માટે તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરે. કુમારે પણ તે કન્યાને પરણીને ખાટલા પ્રમુખ યથા યોગ્ય જે દાયજો હસ્તમેળાપ સમયે વિદ્યાધરે આપ્યું. તે લીધા બાદ વિદાધરે કુમારને કહ્યું કે હું વૈતાઢય પર્વત પર રહું છું ત્યાં મારે ક્રીડા કરવાનું ઘર છે માટે તમે કઈક દીવસે વૈતાઢય પર્વત આવજો તે સાંભળી કુમાર શીખ માગી ખાટલાં ઉપર બેસી આકાશ માર્ગે ઉડી સિંહલદ્વીપે આવ્યો રાજાને મળીને સર્વ કેને બંદીખાનામાંથી છોડાવ્યા. રાજાએ પણ કુમારને પુણ્યવત જાણીને પિતાની કપુર મંજરી નામની પુત્રી પરણાવી. પછી કેટલાએક દિવસ ત્યાં રહીને કુમારે રાજા પાસેથી પિતાના દેશ જવાની આજ્ઞા માગી કુમારે જહાજ ચલાવ્યા અને બંને સ્ત્રીઓને સાથે લઈ ખાટલા પર બેસી વૈતાઢય પર્વતે જઈ પિતાના વિદ્યાધર સસરાને મળ્યો તેણે કુમારને ઘણું દ્રવ્ય આપ્યું! ક્ષેમકુશળ આવી પહોંચ્યા સુખ પૂર્વક સ્ત્રીઓની સાથે સંસારિક સુખભગવતે રહે છે તેવામાં એક દીવસ નગરની બહાર જ્ઞાની ગુરૂ પધાર્યા એટલે વૃદ્ધકુમાર પોતાના માતાપિતા અને સ્ત્રીઓના પરિવાર સહિત ગુરૂને વાંદવા ગયો ધર્મ દેશના સાંભળ્યા પછી જિનદાસ શેઠે ગુરુને પૂછયું કે હે પૂજ્ય મારા પુત્રે શું સુકૃત કરેલું હશે કે જેને વેગ થકી વિદ્યાધરની કન્યાઓને પર ગુરુ મહારાજે જણાવ્યું કે હું શેઠજી એ કુમાર પાછલા ભવમાં તમારે ઘેર દાસ હતે એક દિવસ તમારા શરીરમાં રોગ ઉત્પન થયો ત્યારે તમે દેરાસરની પૂજા કરવાનું કામ એ દાસને સોપ્યું. દાસે પણ શુદ્ધ ભાવથી શ્રી જીવરાજની પુજા કરવા માંડી. કેટલાએક દીવસ પછી તમારું શરીર નિરોગી થયું તે વારે તમે પિત દેરાસરમાં જીનરાજની પૂજા કરવા લાગ્યા તેથી દાસનું
For Private And Personal Use Only