________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
४
શેઠને વિટ બનાપૂર્વક શુળીએ ચડાવે કેટવાળે પણ રાજાના હુકમ પ્રમાણે શેઠને વિટંબના પમાડતો પમાડતે વધ સ્થાનકે લઈ ગ શેઠની સ્ત્રી મને રમાએ આ બધું વૃતાંત સાંભળ્યું ત્યારે તે વિચારવા લાગી મારા સ્વામી ઉપર નિષ્કારણ કલક કેમ ચઢયું એમ ચિંતવી દેરાસર જઈ ભગવાનની શુદ્ધ ભાવે પૂજા કરી બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગી કે હે. શાસન દેવતા મારા પતિ ઉપર નિષ્કારણ કે ચઢયું છે તેથી તેની તમે સહાય કરજે જયાં સુધી તેનું કલંક ઉતરશે નહીં ત્યાં સુધી હું કાઉન્ગ પારીશ નહીં એમ કહી કાઉસગ્ગ ધ્યાને ઉભી રહી આ બાજુ સુદર્શન શેઠને શૂળીએ ચઢાવ્યા શેઠે સંકટ નિવારણ માટે નવકાર મંત્રને જપ કર્યો નવકારના સ્મરણેથી દેવોએ આવી શૂળીનું સિંહાસન કર્યું રક્ષકે પગના પ્રહાર મારે ત્યાં આભૂષણ થાય એવી ચમત્કારી વાત સાંભળીને રાજાદિક સર્વ લેકે તે સ્થળે આવ્યા રાજાએ શેઠને પ્રણામ કરી પોતાને અપરાધ ખમાવ્યો ઘણું સન્માન કરી મહોત્સવ પૂર્વક શેઠને ઘેર પહોંચાડી શેઠને નિવિદને આવેલા જાણી મને રમાએ કાઉસ્સગ્ગ પાયે અભયારાણી રાજાથી, ભય પામીને ગળે ફર્સિ ખાઈ અશુભ ધ્યાનથી મરણ પામીને વ્યંતરી થઈ અને ધાવમાતા નાશીને પટણામાં દેવદત્તા નામની વેશ્યાને ઘેર ચાલી ગઈ વેશ્યાની આગળ શેઠનાં શીલની પ્રસંશા કરી. એવામાં સુદર્શન શેઠ પણ દિક્ષા લઈ વિહાર કરતાં પટણા નગરે આવ્યા અભયાન ધાવમાતાએ મુનિને ઓળખ્યા એટલે પટ શ્રાવિકા થઈને હમેશા મુનિને વાંદવા સારું આવે એક દીવસે તેણે મુનિને કહ્યું કે હે મહારાજ? મારે ઘેર સુઝો આહાર છે માટે આપ વહોરવા પધારો કપટ પુર્વક સુદર્શન સાધુને વેશ્યાને ઘેર લાવી વેશ્યાએ સાધુને ચલાયમાન કરવા ઘણો પ્રયાસ કર્યો પણ ચેત્યાનાહી પછી
For Private And Personal Use Only