________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
દર્શનના આઠ અતિચાર કહે છે. (૧) દેવગુરુ ધર્મને વિષે શકા કરવી (૨) સર્વ ધર્મ સારા છે એવી શ્રદ્ધા રાખવી (૩) ધર્મના ફળનો સંદેહ રાખ (૪) મિથ્યાત્વીઓનો મહિમા જોઇને તેના ઉપર રાગ રાખ (૫) સાધુની નિંદા તથા અન્ય દશનની સ્તવના કરવી. (૬) સમકિતથી પડતાને પ્રતિબોધીને તેમાં સ્થિર ન કરે (૭) છતી શકિતએ જિનધર્મની પ્રભાવના ન કરે (૮) છતી શકિતએ શ્રી સંઘનું વાત્સલ્ય ન કરે, ચારિત્રના આઠ અતિચાર કહે છે (૧)ઈર્યાદિક પાંચ સમિતિ અને મનાદિક ત્રણ ગુપ્તિ એ પ્રમાણે આઠ પ્રવચન માતાને રૂડી રીતે પાળે નહીં વિપરિત પાળે તે આઠ અતિચાર લાગે.
તપાચારના બાર અતિચાર કહે છે. છ ભેદ અભ્યતર અને છે ભેદ બાહ્ય એ પ્રમાણે બાર પ્રકારનું તપ પિતાની શક્તિને અનુસરે ન કરે કરીને વિસારી મૂકે તે અતિચાર લાગે, વિર્યાચારના ત્રણ અતિચાર કહે છે મન વચન અને કાયા એ ત્રણે ગિને અશુભ વ્યાપારને વિષે જે પ્રવર્તાવવા તે ત્રણ અતિચાર જાણવા.
સમકિતના પાંચ અતિચાર કહે છે શ્રી વિતરાગે કહેલા ભાવને વિષે (૧) સંદેહ રાખ (૨) નવા નવા મતની અભિલાષા કરવી (૩) ધર્મના ફળને સદેહ રાખવે અથવા મળવડે મલિન સાધુ સાવીને દેખી દુગચ્છા કરવી (૪) મિથ્યાત્વીઓના ધમની પ્રશંસા કરવી (૫) મિથ્યાત્વીઓની સાથે પરિચય કર એ પાચ અતિચાર જાણવા.
બાર વ્રતના આઠ અતિચાર જાણવા તેમાં પ્રથમ સ્કુલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે નિર્દયપણે પશુ પ્રમુખને મારવાં તે (૧) વધ અતિચાર દેરડા પ્રમુખથી
For Private And Personal Use Only