________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
પામે છે ઘણા વૈદ્યો એકઠા થયા છે તેમણે એવું કહ્યું છે કે માણસનું બે ટાંક જેટલું કાળજું લાવીને ખવરાવે તે એ કુમારનું શરીર નિરોગી થાય માટે તમે રાજાના કુટુંબી છે તે એ કામ તમારાથી જ થશે એટલે પહેલા ક્ષત્રિયે અભયકુમારને કહ્યું કે હજાર સેનૈયા લ્યો અને મને છોડી તમે બીજાને ઘેર જાવ હજાર સોનૈયા લઈ બીજાને ઘેર ગયા ત્યાંથી સનૈયા લઈ ત્રીજાને ઘેર ગયા એમ રાત્રિમાં ફરીને અભયકુમારે બે લાખ
નૈયા એકઠા કર્યા પ્રભાત થયું એટલે સભામાં દ્રવ્ય લાવીને ક્ષત્રિયોને દેખાડયું અને કહ્યું. કે હે સરદારો ? તમે કાલે કહેતા હતાકે માંસ ઍધુ મળે છે અને ગઈ રાત્રિએ હું આટલું બધું દ્રવ્ય લઈને બે ટાંક માંસ લેવા ગયો હતો પણ કયાંય મળ્યું નહીં તે તમે રાજસભામાં જૂઠું બોલ્યા ? એમ કહીને સર્વને શરમથી નીચું જોવરાવ્યું અને માંસ ન ખાવાની પ્રતિજ્ઞા કરાવી કહ્યું કે,
સ્વામાં દુર્લભ લેકે – લક્ષણપિન લભ્યતે
એવી રીતે સર્વ લેકેએ પણ પ્રાણીઓને અભયદાન દેવાની અભયકુમારની પેઠે બુદ્ધિ રાખવી.
પર્વ દિવસે બાર પ્રકારનું તપ કરતાં થકાં દુષ્ટ કર્મોને નાશ થાય તેની ઉપર કઢપ્રહારીનું દૃષ્ટાંત કહે છે માર્કદી નગરીમાં સુભગ શેઠને દ્રઢપ્રહારી નામને પુત્ર હતા તે નાના બાળકે સાથે રમતાં અન્ય કેનાં બાળકોને મારે હમેશાં પાંચ સાત લોકોની વઢવાડ લાવે. એટલે સર્વ લોકેએ મળી શેઠને ઠપકે આપ્યો તેથી સુભગ શેઠે તેને ઘણે વાર્યો પણ દ્રઢપહારી માન્ય નહીં ત્યારે લેકેએ રાજાની આગળ ફરિયાદ કરી. એટલે રાજાએ
For Private And Personal Use Only