________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
શરીર સોસાવા માંડયું તે દેખીને તમે પૂછયું કે તમે હે દાસ તારું શરીર દુબળ કેમ થતું જાય છે? ત્યારે દાસે તમને કહ્યું કે દેવપૂજા કર્યા વિના દુબળ થાવ છું તે વારે તમે વળી બીજું દેરાસર કરાવીને તે દાસને પૂજા કરવાનું કામ સોંપ્યું એમ કરતાં તે દાસ શુળ રોગથી શુભ ભાવે મરણ પામીને તારા પુત્ર વૃદ્ધ કુમાર થયો એવો પૂર્વ ભવ સાંભળીને કુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું તેથી તે દેવ પૂજાને વિષે ઘણેજ સાવધાન થયો. ઘણે કાળ દેવ પુજા કરી વૃદ્ધા અવસ્થાએ ચારિત્ર લઈ તેને અતિચાર રહિત પાળીને મેક્ષે ગયે.
એ દેવ પુજા ઉપર દ્રષ્ટાંત કહ્યું હવે શીલ પાળવા સબંધી ફળ કહે છે. હવે કઈ પુરૂષ ક્રોડ સોનામહેરનું દાન આપે તથા સોનાનું જિનમંદિર બંધાવે તે પણ શીલ વ્રત પાળવાની બરાબર તેનું પુન્ય ફળ આવે નહીં તેના ઉપર સુદર્શન શેઠની કથા કહે છે.
અંગ દેશમાં ચંપા નામની નગરીયે દધિવાદન રાજા રાજ્ય કરે છે તેની અભયા નામે રાણી છે તે નગરીમાં સુદર્શન નામે શેઠ વસે છે તેને મારમા નામની સ્ત્રી છે એકદા સુદર્શન શેઠે ગુરુ પાસેથી પરસ્ત્રીના પચ્ચક્ખાણ કર્યા હવે તે નગરમાં કપિલ નામે પુરહિત રહે છે તેને અને શેઠને મા મહે. ઘણી જ મિત્રાચારી છે એક દીવસ પુરહિત ઇ કામને અર્થે બીજે ગામ ગયે તે દીવસે પુરોહિતની સ્ત્રી કપિલાએ શેઠને બેલાવીને કામ ભેગની વાત કહેવા લાગી તે વારે શેઠે પોતાનું શીયળ રાખવા માટે તેને કહ્યું કે તે સ્ત્રી હું તે નપુસક છું તું શા માટે મારી સાથે હાવ ભાવ કરે છે તેમ જૂઠું સમજાવીને શેઠ પિતાને ઘેર પાછા આવ્યો હવે એક દિવસ દધિવાહન રાજા પિતાના અને ઉર સહિત સમસ્ત લેકે પરવેર્યો થકે વનને વિષે
For Private And Personal Use Only