________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩
આપ્યા હતા, તેના તેજ રૂપિયા મને તું પાછો આપ, તે હું તને એના એજ કડા પાછા આપું. એ રીતે જગ મટા.
એ પ્રમાણે હમેશા નવનવી કથાઓ કહેતાં, રાણીની સાથે ભોગ ભોગવતાં છ મહિના વીતી ગયા. એટલે બીજી રાણીઓ શનિ પેઠે ષ કરતી તેનાં છિદ્રો જોયા કરે એક દિવસ તે ચિત્રકારની પુત્રી મધ્યાહ્ન સમયને વિષે પિતાના મહેલના ધાર બંધ કરીને પૂર્વને ચિતારીને વેષ પહેરી ચિંતવન કરે છે કે, હે આત્મા ! તું વિવેકપૂર્વક વિચારજે તુતે કુળથી ચિત્રકારની જાતિ છે. તારા બાપના ઘરનો વેષ તે આવો દરિદ્રી છે. આભૂષણ પ્રમુખ જે છે, તે પણ સામાન્ય છે તેથી હે જીવ! તું કાંઈ પણ મનમાં લાવીશ નહી, કારણ કે આ સવ જે સુંદર વસ્ત્રાભૂષણ છે તે પણ તારા નથી વળી હે ચેતન ! તું એમ પણ જાણુશ નહી જે હું રાજાની રાણી છું. એ જયાં સુધી રાજા માનશે. ત્યાં સુધી હું તેની રાણી છે, નહી તે દાસી જેવી પણ તું નથી. વળી તું એમ પણ જાણીશ નહી. જે હું રૂપવત છું, માટે મને રાજા માને છે. તારું રૂપ શિી ગણતરીમાં છે? તારાથી તે અધિક રૂપવંત બીજી રાણીઓ, તથા રાજાની પુત્રીઓ છે, સર્વ રાજાના કુળની છે. તેને મૂકીને રાજા તને આદર આપે છે, તે વિષે છે તું ગર્વ અહંકાર કરતી. એ પ્રકારે હમેંશા મધ્યાહ્ન સમયે દ્વાર દઈને ચિત્રકારની પુત્રી પોતાના આત્માની નિંદા કરે, તે દેખીને બીજી રાણીએ ઈષ્યભાવથી એનાં છિદ્ર જોતી હતી, તેનાં એ છિદ્ર જાણીને રાજાને કહ્યું કે હે રાજન ! તમે તમારી જાત નું સારી રીતે રક્ષણ કરજો કારણ કે એક તે સ્વભાવે સ્ત્રીઓમાં ટપણું હોય છે. તેમાં વળી નીચ જાતિની સ્ત્રીનું તો પૂછવું જ શું ? ચિતારીને વિશ્વાવ કરશે નહી તે
For Private And Personal Use Only