________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
સુંદર શૃંગાર પહેરાવીને રાજસભામાં રાજા પાસે મોકલી રાજાએ પિતાનાં ખોળામાં બેસારી એટલામાં આકાશમાંથી ઉતરીને કોઈ વિદ્યાધર તે કન્યાને અપહરી ગયો. રાજાને ચાર પુરૂષ રત્ન હતા. એક નિમિતિ, બીજે રથકાર, ત્રીજો સહસ્ત્રો અને ચે. વૈદ્ય. એ ચારેને રાજાએ કહ્યું કે મારી પુત્રી જે લઈ આવે તેને હું અધરાજ્ય અને મારી પુત્રી પણ આપુ. એમ સળગી નિમિતિયો બોલ્યો કે કન્યાને વિદ્યાધર પૂર્વ દિશામાં લઈ ગયેલ છે, તે સાંભળી રથકારે આકાશગામી રથ બનાવ્યું. તેમાં ચાર જણ બેસીને વિદ્યાધરની પછવાડે ચાલ્યા. વિદ્યાધર સાથે સંગ્રામ થતા વિદ્યાધરને પ્રહાર લાગે, ત્યારે તેણે વિચાર્યું કે આ કન્યા મારા ઉપભેગમાં આવશે નહિં. માટે તેને નાશ કરું. એમ વિચારીને કુમારીનું મસ્તક છેદી નાખ્યું. તે જોઈને ચારે જણા ખેદ પામ્યા. બાદ વૈદ્ય સંજીવિની ઔષધિવડે તેને જીવતી કરી, હવે તે કન્યાને પરણવા માટે ચારે જણ પરસ્પર કલેશ કરતા રાજા પાસે આવ્યા. રાજકુમારી બોલી તમે વિવાદ શા માટે કરે છે? હું અગ્નિમાં પ્રવેશ કરું છું, માટે મારી સાથે જે અગ્નિમાં પ્રવેશ કરશે તે મારે ભર્તાર થશે. રાણીએ દાસીને પ્રશ્ન કર્યો કે હે દાસી ! અગ્નિમાં કોણ પ્રવેશ કરે ? તે સાંભળી દાસી બોલી-હું શું જાણું? તમેજ કહી સંભળાવે. રાણું બેલીઃ આજે ઘણી નિંદ્રા આવે છે, કાલે કહીશું. રાજાએ વળી પણ વારો આપ્યો બીજે દિવસે દાસીએ પૂછયું કેણ અગ્નિમાં પડે ? એ વિચાર કરતાં તે મારી આખી રાત્રી ચાલી ગઈ પણ મને ખબર પડી નહીં માટે તમે કહે. રાણું બેલી એક નિમિતિયા સિવાય ત્રણે જણે એવું વિચાર્યું કે આપણે તે અગ્નિમાં નહીં પેસીયે. સોનાની છરી હેય તે કાંઈ પેટમાં મરાય નહી. જીવતા રહેશું તે બીજી ઘણું કન્યા મળશે. નિમિતિએ નિમિત જેને પરિણામ સારું જોય હતું એટલે બેઃ હું રાજકન્યા સાથે અગ્નિમાં પ્રવેશ કરી
For Private And Personal Use Only