________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
માતા પિતા પણ કઈક પ્રકારે હેળીના શેકથી નિવૃત થઈને ઘણા દિવસે હેળીને ભૂલી ઘરનો ધંધો ચલાવવા લાગ્યાં હવે એકદા કામપાલ, હેલીને કહેવા લાગે કે, ધન વિના સંસારમાં જે મનુષ્ય છે,
તે જીવ પણ મૂઆ જે જાણ, ધન વિના સંસારના સુખ પણ ભોગવાય નહીં, માટે હું ધન કમાવા પરદેશ જાવ છું. એવું પતિનું બોલવું સાંભળીને હાલી વિચારવા લાગી છે એની સાથે સુખ ભોગવવા સારુ મે આ ઉપાય કર્યો. તે હવે જે એ મહારો ભરતાર પરદેશ જ રહે, તે મહારે એનો વિચગ. થઈ પડે. ત્યારે મહારું યૌવન ફોગટ જાય,
માટે હું કોઈક એ ઉપાય કરુ, કે જે થકી મહાર ભરતાર પણ ઘેર રહે, અને ધન પણ મળે. એનું કારણ શોધવા મનમાં વિચાર કરીને પછી કામપાલ પ્રત્યે કહેવા લાગી, કે તમે મહારા પિતાની દુકાને જઈને મને પહેરવાસા અમુલ્ય વસ્ત્ર વેચાતું લઈ આવે. ત્યારે કામપાલ પણ સ્ત્રીના કહેવા ઉપરથી મનરમ શેઠની દુકાને ગયો, અને કહેવા લાગ્યું કે, હું શેઠજી ! મહારી સ્ત્રી સારુ ઉમદા અમુલ્ય વેશ પહેરવા માટે આ વેચાતું આપે ત્યારે શેઠે પણ ઘણું સરસમાં સરસ ઉચું વસ્ત્ર કાઢીને આપ્યું.
તે જોઈ કામપાલ બે, કે આ વસ્ત્ર હું મારી સામે દેખાડી આવું, જે તે પસંદ કરશે તે ઠીક નહી તે પાછું બદલાવી બીજુ લઈ જઈશ? શેઠે તે વાત કબૂલ કરી. કામપાલ તે વસ્ત્ર લઈ સ્ત્રી પાસે આવ્યા, સ્ત્રીએ કહ્યું આ મહારે કામ નહી આવે, ત્યારે કામપાલ તે વસ્ત્ર લઈ ફરી શેઠની દુકાને જઈ બદલાવી બીજુ લઈ ગયે. તે પણ સ્ત્રીએ પસંદ કીધુ નહી એમ ચાર વખત સાડી બદલાવવા ભરતારને શેઠની દુકાને મોકલ્યા
For Private And Personal Use Only