________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
કે નરક જવાની વાત પણ ખરી છે. દત કેધિપૂર્વક ગુરૂને પૂછ્યું કે હે મહારાજ, તમે કેવી રીતે મરશે? અને મરીને કયાં જશે? બુએ કહ્યું કે-હું સમાધિમરણ પામી દેવલોકમાં જઈશ. આવું કથન સાંભળી દત્ત હંકારો કરીને આચાર્યની પાસે સીપાઈઓની ચોકી મૂકીને. ઘેર જઈ પોતે અંત:પુરમાં ભરાઈ બેઠે. પછી મતિના શ્રમથી સાતમા દિવસને આઠ દિવસ ગણતે વિચારવા લાગ્યો કે ગુરના કહેવા પ્રમાણે સાત દિવસ તે પુરા થયા. અને મને કાંઈ ન થયું, માટે હું આચાર્યનાં પ્રાણોનું હરણ કરીને મારા વેરાગ્નિને શાંત કરીશ. આ પ્રમાણે વિચારીને ઘરથી બહાર નીકળે તેવામાં એક માળી તે નગરમાં પેસીને કાર્યાકુલ થવાથી પેટના રોગથી પીડાઈને રાજમાર્ગને વિષે જ લઈ નીતિ તેમજ વડીનીતિ કરીને કુલઢાંકતો હતો, તેજ રાજમાર્ગે દર પુરોહિતે પણ ચાલવા માંઢવું, ગવશ દત્તના ઘોડાનો પગ તે માળીની વિષ્ટા ઉપર પડે. તેથી વિષ્ટ ઉછળીને દત્તના મુખમાં પડી. આવા બનાવથી તે આચાર્યના વચન ઉપર ચમત્કાર પામે અને આજે સાત દિવસ જ છે કે શું ? એવું વિચારીને છેડે પાછો અંતઃપુર તરફ વળે. એટલામાં તેના અત્યંત દુરાચારથી ત્રાસ પામેલા પ્રથમના અધિકારીઓએ કુંભ રાજાને બદિખાનેથી બહાર કાઢીને રાજગાદી ઉપર સેસાડો, અને દત્ત પુરોહિતને બળપૂર્વક બાંધી લઈને કુંભ રાજાને સોંપ્યો, રાજાએ તેને કુંભમાં ઘાલીને તેની નીચે અગ્નિ સળગાવી પાછી કુતરાઓ પાસે મોક્લી કર્થના કરાવી, તેથી દત્ત મરણ પામીને નરકે ગયે. કુંભ રાજાએ આચાર્યને ઘણું સન્માન આપ્યું, અને નગરમાં લેક પણ પ્રશંસા કરવા લાગ્યા.
ચોથે સમાસ સામાયિક એટલે થેડા અક્ષરમાં ઘણું તત્વ જાણવું, તેની ઉપર ચિલતી પત્રનું દ્રષ્ટાંત છે રાજગૃહી નગરીને
For Private And Personal Use Only